Western Times News

Gujarati News

ભરચક ટ્રાફિક વચ્ચે 108 અટવાતા દર્દી કોમામાં જતો રહ્યો

મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા કેટલી વિકરાળ બનતી જાય છે

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ જેવા મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા કેટલી વિકરાળ બનતી જાય છે. તેનો નમૂનો રિલિફ રોડ પરની ઘનાસુથારની પોળમાં જોવા મળ્યો છે.

ભારે ટ્રાફિકના લીધે એક દર્દીનો જીવ જોખમમાં મૂકાયો હતો. મળતી માહિતી પ્રમાણે દર્દી સમીર વ્યાસ ધનાસુથાર પોળ પાસે આવેલા ઝલોરાની પોળમાં રહે છે. પોળ પાસે જ તેઓ દુકાન ચલાવે છે. અચાનક સમીર વ્યાસ ઢળી પડ્યા હતાં. ઘટના બાદ સ્થાનિકો દ્વારા ૧૦૮ બોલાવવામાં આવી હતી.

પરંતુ ભારે ટ્રાફિકના લીધે એમ્બ્યુલન્સ પોળ સુધી પહોંચી શકી ન હતી. સ્થાનિકોએ સમયસૂચકતાં વાપરી સમીર વ્યાસને ઝોળીમાં નાખી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા. પરંતુ એમ્બ્યુલન્સમાં મોડું થતાં સમીર વ્યાસ કોમામાં જતાં રહ્યા છે. દર્દીના પરિવારનો આક્ષેપ છે કે, એમ્બ્યુલન્સમાં મોડુ થાવાના લીધે સમીરભાઈની તબિયત વધુ લથડી છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં આડેધડ પાર્કિગ કરતા લોકોને લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. તેના લીધે નિર્દોષ લોકોને કેટલી તકલીફ પડી શકે તે આ ઘટના પરથી સમજી શકાય છે. અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા ક્યારે લેવાશે યોગ્ય પગલાં?, ટ્રાફિકના લીધે એક નાગરિકનો જીવ જોખમમાં મૂકાય તે કેટલું યોગ્ય?, ટ્રાફિક પોલીસ ક્યારે સમજશે પોતાની જવાબદારી? ,રસ્તા પર આડેધડ થતા પાર્કિંગ સામે ક્યારે થશે કાર્યવાહી? તેવા સવાલો ઉભા થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.