મારા જીવન પર ડોક્યુમેન્ટ્રી બનવી જોઈએઃ નોરા ફતેહી
મુંબઈ, નોરા ફતેહીને બોલિવૂડમાં આઈટમ સોન્ગ માટે સૌથી વધારે ઓળખવામાં આવે છે. દિલબર, કુસુ, કમરિયા અને ઓ સાકી જેવા સંખ્યાબંધ ગીતોને નોરાના ડાન્સથી આગવી ઓળખ મળી છે. નોરા ફતેહી મૂળે કેનેડિયન ડાન્સર અને એક્ટ્રેસ છે.
નોરા વિદેશી હોવા છતાં ભારતમાં સેટલ થઈ છે અને સંખ્યાબંધ ફિલ્મો પણ કરી છે. નોરા લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે અને વર્ષોના સંઘર્ષ બાદ તેને સારા રોલ પણ ઓફર થઈ રહ્યા છે. નોરાને પોતાની આ સફર ખૂબ રોમાંચક લાગે છે અને તેને લોકો સુધી પહોંચાડવા માટે ડોક્યુમેન્ટ્રી બને તેવી નોરાની ઈચ્છા છે.
નોરાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન પોતાના ભૂતકાળના અનુભવો અંગે વાત કરી હતી અને આ સ્ટોરી લોકો સુધી પહોંચે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. નોરાએ જણાવ્યુ હતું કે, વિચિત્ર જગ્યાઓ પર એક વિચિત્ર યુવતી જોવા મળતી હતી અને તેની હરકતો દરેકનું ધ્યાન ખેંચતી હતી.
આ વિચિત્ર યુવતી એટલે નોરા ફતેહી, જેને કોઈ ઓળખતું ન હતું. તે દૂરના દેશમાંથી ભારત આવી હતી અને બોલિવૂડમાં જોડાઈ હતી. તેણે ભારતની ભાષા શીખી હતી અને તમામ અડચણોને વટાવી સંખ્યાબંધ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલ તે એક્ટર તરીકે નામ ધરાવે છે.
એક સમયે આ કામ અશક્ય હોવાનું લોકો કહેતા હતા, પરંતુ આકરી મહેનતે શક્ય કરી બતાવ્યું છે. એક અજાણી યુવતીમાંથી ગ્લોબલ સ્ટાર બનવા સુધીની સફર અંગે જાણવામાં ઓડિયન્સને રસ પડશે અન તેથી પોતાના જીવન પર ડોક્યુમેન્ટ્રી બનવી જોઈએ, તેવું નોરા માને છે.
લીડ એક્ટર તરીકે નોરાની પહેલી ફિલ્મ સ્પોટ્ર્સ એક્શન ડ્રામા ક્રેક હતી. વિદ્યુત જામવાલ સાથેની આ ફિલ્મ બોક્સઓફિસ પર ખાસ ચાલી ન હતી. નોરાને આ ફિલ્મ નહીં ચાલવા અંગે ખાસ અફસોસ પણ નથી. નોરાએ જણાવ્યું હતું કે, ફિલ્મમાં અન્ય કોઈ વ્યક્તિની સ્ટોરી હતી.
ફિલ્મ ખાસ ન ચાલે ત્યારે એવું વિચારું છું કે, મને ચાન્સ મળ્યો તે પૂરતું છે. નોરાની છેલ્લી ફિલ્મ મડગાંવ એક્સપ્રેસને ઓડિયન્સ તથા ક્રિટિક્સે પસંદ કરી છે. તેમાં નોરાની સાથે દિવ્યેન્દુ, પ્રતીક ગાંધી અને અવિનાશ તિવારી મહત્ત્વના રોલમાં છે.SS1MS