અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલની ભવ્ય શરૂઆત
અમદાવાદ: જેની ઉત્સુકતાપૂર્ક રાહ જાવામાં આવી રહી હતી તે કાંકરીયા કાર્નિવલની રંગારંગ કાર્યક્રમ વચ્ચે આજે શરૂઆત થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ વચ્ચે કાંકરીયા કાર્નિવલની શરૂઆત કરાવી હતી. આ વખતે કાંકરીયા કાર્નિવલમાં અનેક આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. કાંકરીયા કાર્નિવલમાં અનેક આકર્ષણો આ વખતે ઉમેરાયા છે.
કાર્નિવલ દરમિયાન કોઈ પણ પ્રકારના બનાવ ન બને તે માટે વિવિધ પગલા પહેલાથી જ લેવામાં આવી ચુક્યા છે. મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો પણ તૈનાત કરવામાં આવી ચુક્યા છે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલમાં લાખોની સંખ્યામાં લોકો પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે. કોઈ પણ પ્રકારની અધાધંધુનીને ટાળવા પગલા લેવામાં આવી ચુક્યા છે.
પ્રથમ દિવસે લોકોએ ભાગ લઈને ઉત્સુક્તા વધારી હતી. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઓટોમેટેડ મલ્ટીલેવલ પા‹કગ જે સામાન્ય લોકો માટે ફ્રી રહેશે. આજે શહેરના મેયર, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવોની હાજરીમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે નાતાલ-ક્રિસમસનો તહેવાર અને રજા હોઇ મહિલાઓ, બાળકો સહિત નગરજનો ખૂબ મોટી સંખ્યામાં કાંકરિયા કાર્નિવલમાં ઉમટયા હતા.
જેટ સ્કી ટોય ટ્રેન એસી કોચ, બેટરી વ્હિકલ, માય બાઈકના સહિતના આકર્ષણોનું મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોકાર્પણ કરાયું હતું. કાંકરિયા કાર્નિવલમાં નામાંકિત લોક ગાયક–હાસ્ય કલાકારો પર્ફોમન્સે જારદાર આકર્ષણ જમાવ્યું હતુ. શહેરની વિવિધ શાળાઓ દ્રારા બેન્ડ નિદર્શન, સાંસ્કૃત્તિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. તો ખાસ કરીને બાળકોમાં મનોરંજન સાથે સાહસ વધારતી પ્રવૃત્તિ માટે બાળનગરી આકર્ષણનું કેન્દ્ર રહેશે. બાળકો માટે મંકી બ્રીજ, ટાયર ચીમની, ટનલ વોકીંગ, રેત શીલ્પ, ટાયર ટનલ, ટાયર જંપ, હેંગીંગ બ્રીજ, સર્કલ ટાયર જંપ સહિતના આકર્ષણો બાળકોને ભરપૂર મનોરંજન પૂરું પાડશે.
આ સિવાય કાર્નિવલની ઉજવણી દરમ્યાન બિહાર, ઓરિસ્સા, તમિલનાડુ રાજ્યના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે કાર્નિવલમાં ચાર ચાંદ લગાવતાં મલ્ટી કલર લેસર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્નિવલને લઇને અમ્યકોનું મલ્ટીલેવલ ર્પાકિંગ જાહેર જનતા માટે ફ્રીમાં ઉપલબ્ધ કરવામાં આવ્યુ છે.
આજથી શરૂ થયેલો કાંકરિયા કાર્નિવલ તા.૩૧ ડિસેમ્બર સુધી ચાલશે. કાર્નિવલ દરમ્યાન જાહેરજનતાની સુરક્ષાને લઇ પોલીસ તંત્ર દ્વારા ખાસ બંદોબસ્ત અને
વ્યવસ્થા તૈનાત કરાયા છે, જેમાં ગેટ પરના ફેસ સ્કેનરથી ગુનાખોરી સાથે સંકળાયેલાની ઓળખ કરાશે. કાંકરિયા કાર્નિવલમાં આ વખતે ૩ ડીસીપી, ૭ એસીપી, ૩૧ પીઆઇ, ૧૦૦ પીએસઆઇ અને ૧૨૯૬ પોલીસકર્મી સહિતનો ચુસ્ત સુરક્ષા કાફલો તૈનાત કરાયો છે. સાવચેતીના તમામ પગલા સ્થળ ઉપર લેવાયા છે.