બહેનની ખબર કાઢવા અમદાવાદ આવી રહેલા ભાઈ-ભાભી અને ભત્રીજાનું મોત
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ૧૦ નિર્દોષ મુસાફરોને ભરખી જનારા ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માત માં ગોધરામાં એક જ પરિવારના ત્રણ સભ્યોની અંતિમયાત્રા નીકળી
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ૧૦ નિર્દોષ મુસાફરોને ભરખી જનારા ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માત માં છેલ્લા ૨૦ વર્ષો થી વાપી ખાતે રહેતા પતિ-પત્ની અને માસુમ પુત્રના ઘટના સ્થળે જ મોત થયા હતા
આ પરિવાર ગોધરા તાલુકા ના જીતપુરા ગામના હોઈ સમગ્ર પંથકમાં શોક ની લાગણીઓ પ્રસરી જવા પામી હતી. અને આજરોજ મૃતક પતિ -પત્ની અમિતભાઈ સોલંકી , ઉષાબેન અને માસુમ દીકરા દક્ષ ની અંતિમવિધિ આજરોજ વતન જીતપુરા ગામે ભારે હૈયે કરવામાં આવતા માતા-પિતાનું અને વ્હાલસોયા એક ના એક ભાઈ ને ગુમાવનાર બે દીકરીઓ ના ભારે કલ્પાંત થી. ભારેખમ દ્રશ્યો સર્જાયા હતા..
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ૧૦ જેટલા લોકોનું કમ કમાટી ભર્યા મોત થતાં મોતની ચિચ્યારિયો ગુજી ઉઠી હતી. જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના જીતપુરા ગામે રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યો સામાજિક પ્રસંગ પતાવી ને પોતાના સંબંધીને ત્યાં હાલોલ થી અમદાવાદ નીકળ્યા હતા ત્યારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા માતા પુત્ર સહિત પિતાનું ઘટના સ્થળે કરુણ મોત થતાં પરિવારજનો માં મોતનો માતમ છવાયો હતો.
ગોધરા તાલુકાના જીતપુરા ગામે રહેતા અમિતભાઈ મનોજભાઈ સોલંકી પોતાના પત્ની અને ત્રણ બાળકો સાથે છેલ્લા ૨૦ થી ૨૫ વર્ષથી વાપી ખાતે સ્થાયી રહે છે.જ્યાં અમિત મનોજભાઈ સોલંકી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે ત્યારે બે દિવસ પહેલા પોતાના ગામમાં સામાજિક પ્રસંગ હતો એટલે પોતાના પત્ની સાથે બે દીકરીઓ અને દીકરા સાથે વાપીથી હાલોલ ખાતે આવ્યા હતા.
અને પ્રસંગ પતાવીને અમિતભાઈ સોલંકી પોતાની બહેનની તબિયત જોવા માટે પોતાની પત્ની ઉષાબેન અને દીકરા દક્ષ સાથે એક ખાનગી કારમાં અમદાવાદ નીકળ્યા હતા.જ્યાં પોતાની બહેન ની તબિયત જોતા પહેલા જ અધવચ્ચે એક ગોઝારી ઘટનામાં કરુણ મોત થયું હતું. જેમાં અમિતભાઈ સોલંકી સાથે તેમની પત્ની અને દીકરાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થતાં પરિવારજનો મોતનું માતમ છવાયો હતો.