19 એપ્રિલના રોજ સાબરમતી અને ગ્વાલિયર વચ્ચે વિશેષ ટ્રેન પશ્ચિમ રેલવે દોડાવશે
મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ સાબરમતી-ગ્વાલિયર-ઉધના વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે:-
ટ્રેન નંબર 09445 સાબરમતી-ગ્વાલિયર સ્પેશિયલ (એક ફેરા)
ટ્રેન નંબર 09445 સાબરમતી-ગ્વાલિયર સ્પેશિયલ સાબરમતીથી શુક્રવાર, 19 એપ્રિલ 2024ના રોજ 23:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 17.00 કલાકે ગ્વાલિયર પહોંચશે. રૂટમાં, આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવારા, જવાઈ બંધ, ફાલના, રાની, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, જયપુર, ભરતપુર, અછનેરા, આગ્રા કેન્ટ, ધોલપુર અને મોરેના સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 17 સ્લીપર ક્લાસ કોચ અને 3 જનરલ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09446 ગ્વાલિયર-ઉધના સ્પેશિયલ વાયા અમદાવાદ (એક ફેરા)
ટ્રેન નંબર 09446 ગ્વાલિયર-ઉધના સ્પેશિયલ ગ્વાલિયરથી શનિવાર, 20 એપ્રિલ 2024ના રોજ 21:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 16.15 કલાકે ઉધના પહોંચશે. રૂટમાં આ ટ્રેન સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, જવાઈ બંધ, ફલના, રાની, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, જયપુર, ભરતપુર, અછનેરા, આગ્રા કેન્ટ, ધોલપુર અને મુરેના સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં 17 સ્લીપર ક્લાસ કોચ અને 3 જનરલ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09445 નું બુકિંગ 19 એપ્રિલ, 2024 ના રોજ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.