Western Times News

Gujarati News

દિલ્હીમાં અટલ ભૂજળ યોજનાની શરૂઆત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયીની ૯૫મી જન્મ જયંતિના પ્રસંગે દિલ્હીમાં અટલ ભૂજળ યોજનાની શરૂઆત કરાઈ હતી. આના મારફતે ભૂજળ પ્રબંધનની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે સાથે ઘર ઘર સુધી પીવાના પાણીને પહોંચાડવા માટે આયોજન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રિય કેબિનેટની બેઠક મંગળવારના દિવસે મળી હતી. જેમાં આને મંજુરી આપાઈ હતી.

અટલ ભૂજળ યોજનાને બારમી ડિસેમ્બરના દિવસે વર્લ્ડ બેંકની મંજુરી મળી હતી. છ હજાર કરોડ રૂપિયાના ખર્ચવાળી આ યોજનામાં ૫૦ ટકા હિસ્સેદારી ભારત સરકારની રહેશે. જ્યારે અડધા હિસ્સા પર રકમ વર્લ્ડ બેંક તરફથી ખર્ચ કરવામાં આવનાર છે. આ સ્કીમને જળસંકટથી પ્રભાવિત ઉત્તરપ્રદેશ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવશે.

આ રાજ્યોની પસંદગી ભૂજળની કમી, પ્રદુષણ અને અન્ય માપદંડના આધાર ઉપર કરવામાં આવી છે. સરકારે દાવો કર્યો છે કે, આયોજનાથી ખેડુતોની આવકને બે ગણી કરવામાં મદદ મળશે. આ યોજનાથી ૮૩૫૦ જેટલા ગામોને લાભ મળશે. સરકારના કહેવા મુજબ પાણીની સમસ્યાને ઉકેલવા માટે અટલ ભૂજળ યોજના પર પાંચ વર્ષમાં છ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. ગ્રામ પંચાયત સ્તર પર જળ સુરક્ષા માટે કામ કરવામાં આવશે. ભૂજળ સંરક્ષણ માટે શૈક્ષણિક અને સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

આ સ્કીમમાં સામાન્ય લોકોને પણ સામેલ કરવામાં આવશે. વોટર યુર્જર એસોશિએશન, મોનિટરીંગ અને ભૂજળના નિકાલના ડેટા સંકલનની મદદથી આ સ્કીમને આગળ વધારવામાં આવશે. અટલ ભૂજળ યોજનાને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં ૮૩૫૦ ગામોને આ સ્કીમ આવરી લેશે.

જુદી જુદી પ્રવૃત્તિઓમાં રહેલા સમુદાયની સક્રિય ભાગીદારીથી આ યોજનાને આગળ વધારવામાં આવશે જેમાં પાણીના વપરાશ સાથે જાડાયેલી સંસ્થાઓ, નિરીક્ષણ કરનાર સંસ્થાઓ, ભૂગર્ભ જળના આંકડા રાખનાર સંસ્થાઓ, પાણીના બજેટ સંબંધિત સમિતિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગ્રામ પંચાયતવાઇઝ જળ સુરક્ષા યોજનાના અમલીકરણ અને યોજના અંગેની માહિતી ધરાવતી સંસ્થાઓ, શિક્ષણ અને દૂરસંચારની પ્રવૃત્તિઓને આવરી લેવામાં આવશે. વાજપેયીના જન્મદિવસના એક દિવસ પહેલા જ અટલ ભુજળ યોજનાને લીલીઝંડી આપવામાં આવી હતી. કેન્દ્રીય કેબિનેટની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળી હતી. કેબિનેટની આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા યોજના અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.