Western Times News

Gujarati News

18 ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર ચીકલીગર ગેંગનો ગેંગ લીડર મલ્લી ઝડપાયો

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેર ના અલગ અલગ વિસ્તાર અને અન્ય શહેરી વિસ્તારોમાં ભૂંડ પકડવાના નાટકીય દેખાવો માં બંધ મકાનોની રેકીકર્યા બાદ ધરફોડ ચોરીઓ નો અંજામ આપનાર કુખ્યાત સિકલીગર ગેંગ ના મુખ્ય સૂત્રધાર મલીન્દરસિંગ ઉર્ફે મલ્લી ટાંક ને ગોધરા એલ.સી.બી શાખા ની ટીમે ચોક્કસ બાતમીના આધારે લાલબાગ એસ.ટી.સ્ટેન્ડ માંથી દબોચી

લેતા ગોધરા શહેર ના ૧૮ જેટલા વણઉકેલ્યા ધરફોડ ચોરીના ગુનાઓ ના ભેદ ઉકેલ્યા હતા અને સિકલીગર ગેંગ ના ગેંગ લીડર મલીન્દરસિંગ ઉર્ફે મલ્લી પાસે થી ૪.૪૫ લાખ રૂ! નો મુદામાલ રીકવર પણ કર્યો હતો..

પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ.દેસાઈ સહિત એલસીબી પોલીસના સ્ટાફે પંચમહાલ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોધાયેલા મિલકત સંબંધી ગુનાઓને ડિટેક્ટ કરવા માટેની કવાયત હાથ ધરી હતી જે અંતર્ગત એલસીબી પોલીસના એ.એસ.આઇ. દીગપાલસિંહ દશરથસિંહને અંગત બાતમીદાર પાસેથી બાતમી મળી હતી

કે સમગ્ર પંચમહાલ જિલ્લા પંથકમાં વિવિધ સ્થળોએ અનેક ઘરફોડ ચોરી કરનાર ચિખલીગર ગેંગના મુખ્ય સૂત્રધાર અને લીડર એવા મલિન્દરસિંગ ઉર્ફે મલ્લી માનસિંગ ટાંક,રહે.જાંબુડી ગામ,તાલુકો હાલોલનાઓ સોના ચાંદીના ઘરેણા તથા રોકડ રૂપિયા કોઈ જગ્યાએથી ચોરી કરી અથવા તો છળકપટથી મેળવી વેચાણ કરવા માટે નીકળેલ છે અને તે હાલ ગોધરા એસ.ટી ડેપોમાં ઉભેલો છે

જે ચોક્કસ બાતમીના આધારે જિલ્લા એલસીબીના પી.એસ.આઇ ડૉ.એમ. એમ.ઠાકોર, એ.એસ.આઇ. જયદીપ સિંહ પ્રવિણસિંહ,દિગપાલસિંહ દશરથસિંહ તેમજ વિક્રમભાઈ મધુરભાઈ અને યોગેશકુમાર સુભાષચંદ્રની ટીમે ગોધરા લાલબાગ સ્ટેશન ખાતે પહોંચી સમગ્ર જિલ્લા પંથકમાં આંતક મચાવી ઘરફોડ ચોરીઓ કરનાર કુખ્યાત ચીખલીગર ગેંગના મુખ્ય સૂત્રધાર અને લીડર એવા મલિન્દરસિંગ ઉર્ફે મલ્લીને ઝડપી પાડ્‌યો હતો

અને તેની તપાસ કરી તેની પાસેથી સોના ચાંદીના અલગ અલગ દાગીના અને ચાંદીના અલગ અલગ વાસણો મળી કુલ ૪,૪૫,૦૧૮/- રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઝડપાયેલા ચીખલીગર ગેંગના મુખ્ય સુત્રધાર અને લીડર મલિન્દરસિંગ ઉર્ફે મલ્લીને ઝડપી ગોધરા શહેરમાં બનેલા ૧૮ જેટલા વિવિધ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી હતી.

જ્યારે એલસીબી પોલીસની તપાસ દરમિયાન ખુલવા પામ્યું હતું કે આરોપી મલિન્દરસીંગ ઉર્ફે મલ્લી પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં તેમજ અનેક સ્થળોએ પોતાની ચીખલીગર ગેંગ સાથે મળી અનેક સ્થળોએ ઘરફોડ ચોરીઓ કરતો હોવાનું તેમજ વિવિધ ગુનાઓ હેઠળ વોન્ટેડ હોવાનું પણ સામે આવ્યું હતું.

જેમાં તેની સામે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરા કાલોલ જેવા પોલીસ મથકો સહિત દેવગઢબારિયા પોલીસ મથકે વિવિધ ગુનાઓ નોંધાયેલા છે જ્યારે તે ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું જિલ્લા એલસીબી પોલીસની તપાસમાં ખુલ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.