Western Times News

Gujarati News

પંચમહાલ ડિસ્ટ્રીકટ બેન્કની જાંબુઘોડા શાખાના સ્ટાફ દ્વારા 1.21 કરોડની ઉચાપત કરાતા ખળભળાટ

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ)ગોધરા, જાંબુઘોડાની પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ૧.ર૧ કરોડની ઉચાપતની બેન્ક કર્મચારીઓ સહિત ૧૭ સામે જાંબુઘોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડામાં આવેલી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં મોરવા રેણાના સેવિંગ એકાઉન્ટમાં તેમની જાંબુઘોડા ખાતેની બેન્કિંગ ફરજ દરમિયાન તારીખ ૮ -૪ -૨૦૨૪ થી ૧૨-૪-૨૪ દરમિયાન જમા સ્લીપો જાતે બનાવીને રિસીવમાં પણ પોતાની સહી કરી

બ્રાન્ચનો સિક્કો મારી જમા બતાવ્યા બાદ તે મુજબ તારીખ ૮ ૪ ૨૦૨૪ ના રોજ કેસ રોકડ જમા બતાવે પોતાના બેન્ક એકાઉન્ટમાં જમા બતાવી તથા દિવ વાડિયા દૂધ ઉત્પાદન સહકારી મંડળી તેમજ ધી કરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ખાતામાં પણ એકાઉન્ટ હોલ્ડરોની જાણ બહાર પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી એકાઉન્ટ હોલ્ડરોના મોબાઈલ નંબર ઉપર મેસેજ ન જાય તે માટે આરોપી વિપુલભાઈ તેઓના મોબાઈલ નંબર ચેન્જ કરી

તેમની પત્ની સુનીતાબેનના એકાઉન્ટ નંબરમાંધી જોટવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીનાએકાઉન્ટમાંથી તથા ગિરિરાજ ટ્રેડર્સના એકાઉન્ટ તેમજ અશ્વિનકુમાર અશ્વિનભાઈ બારીયાના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી કુલ ૪૫ લાખ આમ એકાઉન્ટ હોલ્ડરોની જાણ બહાર સુનિતાબેનના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા.

આમ ઘણા એકાઉન્ટ હોલ્ડરોના ખાતાઓમાંથી એક કરોડ ૨૧ લાખ ૩૫ હજાર એકાઉન્ટ ફોલ્ડરોની જાન બહાર કોઈપણ આધાર જેવા કે વાઉચર ચેક વગર ખાતાધારકોની જાન બહાર પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી તેઓને જાણ ન કરેલ અને ગ્રાહકોનું તથા બેંકનું હિત જાળવવાની કાયદેસરની ફરજથી બંધાયેલા હોવા છતાં ગ્રાહક તથા બેંક સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરી કુલ રૂપિયા એક કરોડ ૨૧ લાખ ૩૫,૦૦૦ ની ઉચપાત કરી ગુનો કરતાં

હાલોલ પંચમહાલ ડિસ્ટ્રીક કો-ઓપરેટીવ બેંકમાં ડેપ્યુટી જનરલ મેનેજરને તારીખ ૧૩૪ ૨૦૨૪ ના રોજ બેંકના ચીફ એક્ઝિટિવ ઓફિસર દ્વારા જાંબુઘોડા બ્રાન્ચમાં ગેરરીતી થયા અંગેની ટેલીફોનિક તપાસ કરવાની સૂચના આપતા તેઓએ બેંકના જનરલ મેનેજર મયંકભાઈ દેસાઈ, પરાગભાઈ જોશી, મૌલિક આર પટેલ, ભાર્ગવજી પટેલ, મૌલિક ડી શાહ તેમજ કમલ દત્ત પંચાલની સાથે જાંબુઘોડા બ્રાન્ચમાં તપાસ કરવા માટે ગયા હતા

જ્યારે જાંબુઘોડા બ્રાન્ચમાં વિપુલકુમાર નટુભાઈ સોલંકીનાઓ જુનિયર ક્લાર્ક તરીકે આરોપી નંબર બે શાહ નીલેશકુમાર જયંતીલાલ ક્લાર્ક કમ કેશિયર તરીકે તથા પંડ્‌યા દામીનીબેન હિરલ કુમાર બ્રાન્ચ મેનેજર તેમજ આસિસ્ટન્ટ એકાઉન્ટ તરીકે ફરજ બજાવતા હતા તારીખ ૧૪-૪- ૨૦૨૪ ના રોજ પાસ અર્થે ગયેલા ઓફિસરોને ઉપરના ત્રણે જણને સાથે રાખી બ્રાન્ચનું ઇન્સ્પેક્શન કરતા હાથ ઉપર રોકડની ચકાસણી કરતા કેસ સ્કોલની ચકાસણી કરતા બંધ સિલકમાં રકમ જોવા

ના મળતા પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો- ઓપરેટીવ બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર દ્વારા જાંબુઘોડા પોલીસ મથકે એક કરોડ ૨૧ લાખ ૩૫,૦૦૦ ની ઉચાપતની ફરિયાદ વિપુલકુમાર સોલંકી, નિલેશ શાહ, દામિનીબેન પંડ્‌યા અને સુનિતાબેન સોલંકી સહિત ૧૭ સામે નોંધાતા પોલીસે ગુનો નોંધીતમામની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.