ટીવી ડિબેટમાં ખુરશીઓ ઉછળીઃ BJP-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી
(એજન્સી)ટીકમગઢ, મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લામાં એક ટીવી ચેનલના ડિબેટ કાર્યક્રમમાં હંગામો થયો છે. હંગામો એ હદે વકર્યો કે કોંગ્રેસના નેતાઓએ ભાજપના કાર્યકરો પર હુમલો કરી દીધો હતો.
ડિબેટ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો એકબીજાની મારપીટ કરવા માંડયા હતા. એકબીજા પર બન્ને પક્ષના સમર્થકો ખુરશીઓ ફેંકવા સુધી આવી ગયા હતા. આ મામલામાં કોંગ્રેસના ત્રણ કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. અરસપરસની મારપીટનો વીડિયો વાયરલ થયો છે. જ્યારે બન્ને પક્ષના હંગામાને જોતા ટીવી ડિબેટનો કાર્યક્રમ રોકવો પડ્યો હતો.
એક ખાનગી ચેનલે ચૂંટણીને જોતા ટીમકગઢમાં ડિબેટ કાર્યક્રમ આયોજિત કર્યો હતો. આ ડિબેટમાં આરોપ પ્રત્યારોપની વચ્ચે બન્ને પક્ષના સમર્થકો ઉગ્ર બની ગયા હતા. વાત એ હદે વણસી કે બન્ને પક્ષના કાર્યકરો ખુરશી ઉપાડીને એકબીજાને મારવા માંડયા હતા. આ મારપીટની ઘટનામાં કેટલાક લોકોને ઈજા પહોંચી છે.
ભાજપના પ્રવકતા પ્રફેલ્લ દ્વિવેદીએ એક અરજી પોલીસ સ્ટેશનમાં ઘાયલ ભાજપ લઘુમતી મોરચાના જિલ્લા પ્રમુખ અનિશ ખાનને ટીકમગઢ જિલ્લા હોસ્પિટલમાં મોડી રાત્રે દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે કોંગ્રેસ કાર્યકર બાબરખાન, હિમાંશુ તિવારી અને એક અન્યની વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે.