પતંજલિએ ૬૭ અખબારોમાં માફી માગીઃ જેના કારણે કંપનીને 10 લાખ રૂપિયાનો ખર્ચો થયો
સુપ્રીમ કોર્ટે IMAને દર્દીઓને આપવામાં આવતી મોંઘી અને બિનજરૂરી દવાઓ અંગેના કથિત, અનૈતિક કૃત્યો અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા આદેશ કર્યો હતો.
બાબા રામદેવને સુપ્રીમની ફટકાર-ખોટી જાહેરાતને લઈને સુપ્રીમે ઝાટકણી કાઢી-પતંજલી બ્રાન્ડની જાહેરાત આપો છો તેટલા જ સાઈઝની માફીની જાહેરાત આપોઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં આ એલોપેથી દવાઓ સામેની જાહેરાતો અને પતંજલિ આયુર્વેદ દ્વારા કરવામાં આવતી ભ્રામક દવાઓની જાહેરાતને લઈ કોર્ટની અમાનના અંગે સુનવણી હાથ ધરવામાં આવી હતી. સુણવણી દરમ્યાન યોગગુરુ રામદેવ બાબા અને પતંજલિ આયુર્વેદના એમડી આચાર્ય બાલકૃષ્ણ કોર્ટ રૂમમાં હાજર રહ્યા હતા.
જેમાં જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચે સુનાવણી દરમ્યાન સવાલ કર્યો હતો કે ગઈકાલે માફી કેમ દાખલ કરવામાં આવી. તે પહેલાં થઈ જવી જોઈતી હતી. ત્યારે પતંજલિના વકીલ એક કોર્ટમાં જણાવ્યું કે પતંજલિએ ૬૭ અખબારોમાં માફી માગી છે. જેના કારણે કંપનીને 10 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે.
જો વધુ માં કોર્ટે સવાલ કર્યો કે તમે તમારી બ્રાન્ડની જાહેરાત આપો છો તેટલી જ કદની માફી છે? શું તમે હંમેશા આ સાઈઝની જ જાહેરાત કરો છો? પતજલીના વકીલ દ્વારા જાહેરાત પાછળ લાખો રૂપિયા ખર્ચવાની રજુઆત કરી તો કોર્ટે તેની ચિંતા નથી તેવો જવાબ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટ ફરી એકવાર રામદેવ બાબા ની માફી સ્વીકારી નહિ અને કહ્યું કે આ કેસની સુનાવણી ૩૦ એપ્રિલે હાથધરવામાં આવશે જેમાં રામદેવ બાબા અને પતંજલિ ના એમડી બાલકૃષ્ણ ને હાજર રહેવું પડશે.
સુનવણી દરમિયાન અરજી કરનારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ને પણ સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો હતો. કટે એલોપેથી ડોક્ટરો પર કથિત રીતે દર્દીઓને મોંઘી અને બિનજરૂરી દવાઓ લખવા પર નારાજગી પણ વ્યક્ત કરી હતી.જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચ ૈંસ્છ ને તેનું ઘર વ્યવસ્થિત કરવા પણ ટકોર કરી હતી.
સુપ્રીમ કોર્ટે દેશના આ સૌથી મોટા ડોક્ટર એસોસિએશનને ટકોર કરતા કહ્યું હતું કે તમારી તરફ પણ ચાર આંગળીઓ ઉઠાવવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે IMAને દર્દીઓને આપવામાં આવતી મોંઘી અને બિનજરૂરી દવાઓ અંગેના કથિત, અનૈતિક કૃત્યો અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા આદેશ કર્યો હતો. કટે વધુમાં કહ્યું હતું કે આ મામલે અનેક ફરિયાદો પણ છે.
આ સમગ્ર મામલો કોર્ટ સમક્ષ માત્ર પ્રતિવાદી એટલે કે પતંજલિ આયુર્વેદ પૂરતો મર્યાદિત નથી, પરંતુ અન્ય કંપનીઓ પણ લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતો કરી રહી છે. જે બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્યને અસર કરે છે.આ સમગ્ર મામલે ૩૦ એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં વધુ સુનાવણી હાથમાં આવશે.