Western Times News

Gujarati News

ISROએ આપી ચેતવણીઃ હિમાલયના સરોવરો તૂટશે તો બ્રહ્મપુત્ર, સિંધુ, ગંગામાં જળપ્રલયનું જોખમ

કલાઈમેટ ચેન્જના પડકારોના લીધે ગ્લેસિયરોની સંખ્યામાં ઘટાડો થવાથી ગ્લેસિલ લેક્સ રચાઈ રહ્યા છે

(એજન્સી)નવી દિલ્હી, હિમાલયની પર્વતમાળાને વિશ્વનો ત્રીજો ધ્રુવ કહેવાય છે. તેનું કારણ છે ત્યાં મોટાપાયા પર ગ્લેસિયરોની હાજરી અને વિપુલ પ્રમાણમાં બરફ છે. પણ હવે આ વિસ્તાર ગ્લોબલ વો‹મગથી મોટાપાયે પ્રભાવિત થઈ રહ્યો છે. આ વિસ્તારનો બરફ પીગળી રહ્યો છે અને ગ્લેસિયર સંકોચાઈ રહ્યા છે તેની અસર સામાજિક રીતે પણ પડી રહી છે. ગ્લેસિયરોના સંકોચાવાનો અર્થ છે બરફનું ઝડપથી પગળવું.

આમ પહાડો પર જ્યાં પણ અહીંથી વહેનારું પાણી જમા થાય છે ત્યાં ગ્લેસિયલ લેકસ બની જાય છે. પાણીમાં પાણી મળતા નવી ગ્લેસિયલ લેકસ સર્જાવવાની સાથે જૂનીનો આકાર પણ વધતો જાય છે. આ ગ્લેસિયર અને બરફ ભારતની નદીઓના સ્ત્રોત છે, પરંતુ આ બર્ફીલા તળાવો જોખમી સાબિત થઈ શકે છે.

આ ગ્લેસિયર લેકસથી ગ્લેસિયર લેકસ આઉટબર્સ્ટ ફ્લડ્‌સનો ભય રહે છે. કેદારનાથ, ચમૌલી અને સિક્કીમમાં આ દુર્ઘટના જોવા મળી. તેના લીધે નીચેના વિસ્તારોમાં રહેતા લોકો પર ફલેશ ફલડ અને ભૂસ્ખલનનો ભય હોય છે. ગ્લેસિયલ લેકસ ત્યારે તૂટે છે જ્યારે તેમાં કોઈ ભારે ચીજ પડે અથવા તો પાણીનું પ્રમાણ વધતા તેની દીવાલ તૂટે.

ઈસરો તેના પર નજર રાખે છે. સેટેલાઈટ દ્વારા નવા બનતા લેકસની સાથે જૂનાના વધતા આકાર પર પણ નજર રાખવામાં આવે છે જેથી ખતરનાક ગ્લેસિયર લેક્સ ફાટે તે પહેલાં લોકોને ચેતવી શકાય અને સુરક્ષિત સથળે મોકલી શકાય. ભારત પાસે હિમાલયમાં ઉપલબ્ધ બર્ફિલા લેકસનો ત્રણથી ચાર દાયકાનો ડેટા છે.

૧૯૮૪થી ર૦ર૩ સુધીના આંકડા પર નજર નાંખીએ તો ખબર પડે છે કે હિમાલયમાં આવી ર,૪૦૦ કરતાં વધુ લેકસ છે જે દસ હેકટર કરતાં પણ મોટો ફેલાવો ધરાવે છે. જ્યારે ૧૯૮૪ સુધી આવા લેકસની સંખ્યા ૬૭૬ હતી. આમ તેનું ક્ષેત્રફળ વિસ્તર્યું છે. તેમાં ૧૩૦ ભારતમાં હાજર છે તેમાં સિંધુ નદી પર ૬પ, ગંગા પર સાત અને બ્રહ્મપુત્ર પર પ૮ ગ્લેસિયર લેકસ બનેલા છે.

આવા ૬૭૬ લેકસમાંથી ૬૦૧ આકારના બે વખત વધારે ફેલાવો થયો છે જ્યારે દસ લેક દોઢથી બે ગણા વધ્યા છે જ્યારે ૬પ લેક એવા છે જે દોઢ ગણા વધ્યા છે.
આ લેકને ચાર જુદી-જુદી કેટેગરીમાં વહેંચવામાં આવી છે. મોરેનડેમ્ડ એટલે કે ચાર બાજુ કાટમાળની દીવાલ, આઈસ ડેમ્ડ એટલે કે પાણીની ચારેય બાજુ બરફની દીવાલ, ઈરોઝન એટલે કે માટીના ઘસારાથી બનેલા ખાડામાં જમા થયેલા ગ્લેસિયરનું પાણી અને અન્ય ગ્લેસિયર લેકસ.

૬૭૬ લેકસમાં ૩૦૭ મોરેન ડેમ્ડ, ર૬પ ઈરોઝન અને આઠ આઈસ ડેમ્ડ લેકસ છે. સિંધુ નદીની ઉપર બનેલા ઘેપાંગ ઘાટ ગ્લેસિયલ લેકની ઊંચાઈ ૪,૦૬૮ મીટર છે. તે હિમાચલપ્રદેશમાં છે. તેના કદમાં ૧૭૮ ટકાનો વધારો થયો છે તે પહેલાં ૩૬.૪૦ હેકટરમાં હતી અને હવે. તેનું કદ ૧૦૧ હેકટર કરતાં પણ વધુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.