Western Times News

Gujarati News

વસ્ત્રાલમાં ટેમ્પો ચાલકે ઘરની બહાર રમતાં પાંચ વર્ષના બાળકને કચડી નાંખ્યો

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં છોટા હાથી નીકાળતી વખતે બાળકને અડફેટે લેતા પાંચ વર્ષીય બાળકનું મૃત્યુ નીપજયું છે માસુમ બાળકનું મોત થતાં સોસાયટી સહીત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે ઘટનાની જાણ થતાં આઈ ડીવીઝન ટ્રાફીક પોલીસ પણ સોસાયટીમાં પહોચી ગઈ હતી અને કાર્યવાહી કરી હતી. બાળકના પિતાની ફરીયાદના આધારે પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે.


બુધવારે રાત્રે બનેલી આ ઘટનાની વિગત એવી છે કે નિરજભાઈ શર્મા પોતાના પરિવાર સાથે વસ્ત્રાલ વિસ્તારમાં ન્યુ આરટીઓ (Somnath Society, New RTO, Vastral) નજીક આવેલી સોમનાથ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહે છે નિરજભાઈનો નાનો પુત્ર આરવ (Son of Nirajbhai Aarav) ગત રાત્રે જમીને સોસાયટીના પ્લોટમાં રમતો હતો એ વખતે પ્લોટમાં મુકેલા એક છોટા હાથી ટેમ્પા પાછળ ઉભો હતો.

એ જ સમયે રાત્રિના આશરે સાડા આઠ વાગ્યાના સુમારે નિરજભાઈના પાડોશી અને છોટા હાથીના માલિક ત્યાં આવ્યા હતા આરવ ટેમ્પોની બરાબર પાછળ જ રમતો હતો એ ખતે આ ગાડીના માલિકે ટેમ્પો રીવર્સ લેતા જ તેના પાછલા ટાયર પાંચ વર્ષીય માસુમ બાળક આરવ પર ફરી વળ્યા હતા. મસમોટા ટેમ્પોના વ્હીલ ફુલ જેવા બાળકના શરીર પર ફરી વળતા માસુમ આરવનું તરત પ્રાણપંખેરું ઉડી ગયું હતું અને તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

આરવની ચીસ સાંભળી ટેમ્પોના ડ્રાઈવર અને ઘટના સ્થળની નજીક રહેલા અન્ય રહીશો પણ ચોંકી ગયા હતા અને તમામ લોકો એકત્ર થઈ ગયા હતા પોતાના માસુમ પુત્ર આરવનો અકસ્માત થયો હોવાની વાત સાંભળી નીરજભાઈ તેમના પરીવાર સાથે હાંફળા ફાંફળા બની ઘટના સ્થળે દોડી આવ્યા હતા પોતાના માસુમ બાળકનો મૃતદેહ જાઈ નીરજભાઈ અને તેનો પરિવાર તુટી પડયો હતો અને આક્રંદ મચાવ્યુ હતું. નાનકડા આરવ સાથે બનેલી ઘટનાની જાણ થતા કુટુંબીજનો સહીત સોસાયટીના તમામ રહીશોની આંખોમાં પણ ઝળઝળીયા આવી ગયા હતા તમામ લોકો આરવને હોસ્પીટલે લઈ ગયા હતા જાકે તબીબોએ પણ તેને મૃત જાહેર કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.