સરકારી અધિકારીએ લાંચ માટે નવો કિમીયો અપનાવ્યો
સરકારી કર્મચારીએ લાંચ માટે અપનાવેલી નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ -સુરતના એક વેપારી વિરુદ્ધ મુંબઈ ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ
(એજન્સી)સુરત, સરકારી અધિકારીએ લાંચ માટે નવો કિમીયો અપનાવ્યો છે. પૈસા લેવા માટે કોઈ થર્ડ પાર્ટી કે વહીવટદાર રાખવાના બદલે સગાં સંબંધીઓનો જ ઉપયોગ કરવામાં આવે છે.
આવી જ એક ઘટનામાં સુરતના એક વેપારી વિરુદ્ધ મુંબઈ ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ વિગતના આધારે સુરત ઈકો સેલ દ્વારા એએસઆઈ સાગર સંજય પ્રધાન આરોપીને પકડવા ગયા હતા. ત્યારે પોલીસે આરોપી સાથે તેના ભાગીદારને પણ ઝડપી પાડ્યો હતો.
એસીબીએ કાયદેસરની કાર્યવાહી કરી આ કર્મચારી વિરુદ્ધ પ્રમાણસર મિલકતની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.પોલીસે તપાસ કરી ભાગીદારની ઓફિસમાંથી લેપટોપ, ડીવીઆર કંપનીના દસ્તાવેજો અને ડાયમંડ પણ લઈ લીધા હતા અને ઈકોસેલની કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા.
જોકે, ગુનામાં સંડોવાયેલા વ્યક્તિને મુંબઈ પોલીસના હવાલે કરી દીધો હતો અને તેના ભાગીદારને છોડી મૂકવામાં આવ્યો હતો. ઓફિસમાંથી લઈ ગયેલા તમામ મુદ્દા માલ પરત મેળવવા માટે ભાગીદારે અનેક વાર સાગર પ્રધાનને કહ્યું હતું. ત્યારે આ તમામ મુદ્દામાલ પાછો આપવા માટે સાગર પ્રધાને કરી હતી. જોકે રકઝકના અંતે પાંચ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા.
ફરિયાદીએ આ મામલે સુરતના એસીબી એકમમાં ફરિયાદ કરી હતી. જેના આધારે આજ રોજ ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને આ ટ્રેપમાં એએસઆઈ સાગર પ્રધાન વતી તેમનો વચેટીયો પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા સુરતના અલકાપુરી સર્કલ પાસે પકડાઈ ગયો હતો.