SoG પોલીસે કુખ્યાત મીંડી ગેંગના ત્રણ ઇસમોને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા
(એજન્સી)સુરત, સુરત એસોજી પોલીસે અઠવા વિસ્તારની કુખ્યાત મીંડી ગેંગના ત્રણ ઇસમોને પિસ્તોલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ પાસેથી પોલીસે એક પિસ્તોલ એક કાર અને મોબાઈલ મળી ૭.૩૦ લાખથી વધુની મતાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે એસ.ઓ.જી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શહેરમાં ગેરકાયદે હથિયારો રાખી લોકોમાં ખોટો રોફ જમાવી ભયનું વાતાવરણ ઊભું કરતા આરોપીઓ વિરુદ્ધ અને ટપોરી ગેંગના સાગરીતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ સુરત પોલીસ કમિશનરે આપ્યા છે, જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી.
આ દરમિયાન બાતમી મળી હતી કે અઠવા વિસ્તારની કુખ્યાત મીંડી ગેંગના આરોપીઓ કોર્ટમાંથી જામીન મેળવી બહાર આવ્યા છે અને પિસ્તોલ લઈને ફરી રહ્યા છેપજે બાતમીના આધારે આજે વહેલી સવારે લસકાણા પાટીયા પાસે વોચ ગોઠવી હતીપઆ દરમિયાન પોલીસે ફિલ્મી ઢબે આરીફ મીંડીના પુત્ર મોહમ્મદ કેઝર ઉર્ફે મીંડી મોહમ્મદ આરીફ ઉર્ફે આરીફ મીંડી અને આદિલ હુસેન ઝાકીર હુસેન શેખ અને નદીમ હુસેન ઉર્ફે મંજરા જાકીર હુસેન શેખની ધરપકડ કરી છે.