મહિલા ટેકનિશિયનની તીક્ષ્ણ હથિયારના ૧૬ જેટલાં ઘા મારી હત્યા કરવામાં આવી
નવી દિલ્હી, મહારાષ્ટ્રના બારામતીમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ વીજળીના ઊંચા બિલની ફરિયાદ કરી હતી.
આ પછી તેનું બિલ ૫૭૦ રૂપિયા આવ્યું. આ જોઈને મકાન માલિક ગુસ્સે થઈ ગયા હતા અને મહિલા ટેકનિશિયન પર હથિયાર વડે હુમલો કર્યો હતો, જેના કારણે વીજ વિતરણ કંપનીની મહિલા કર્મચારીનું મોત થયું હતું.મળતી માહિતી મુજબ, આ ઘટના બારામતીથી ૩૫ કિલોમીટર દૂર મોરગાંવ ગામમાં બની હતી.
અહીં વીજળી વિતરણ કંપનીમાં કામ કરતી ૩૪ વર્ષીય મહિલા કર્મચારી રિંકુ ગોવિંદ બંસોડનું મૃત્યુ થયું છે. તે છેલ્લા દસ વર્ષથી મોરગાંવમાં કામ કરતી હતી. મહિલા ઓફિસમાં એકલી હતી, ત્યારે અભિજીત પોટે નામનો વ્યક્તિ ત્યાં આવ્યો હતો. અભિજીત કેટલાક દિવસોથી વીજળીના ઊંચા બિલની ફરિયાદ કરી રહ્યો હતો.
અભિજીતે મહિલા કર્મચારી સાથે વીજળીના બિલમાં સુધારો ન થવાને લઈને દલીલ કરવાનું શરૂ કર્યું. વિવાદ વચ્ચે અભિજીતે મહિલા કર્મચારી પર કોયતા (તીક્ષ્ણ હથિયાર) વડે હુમલો કર્યો હતો.
તેણે તેના માથા અને હાથ પર લગભગ ૧૬ વાર માર માર્યો, જેના કારણે મહિલા રિંકુ લોહીમાં લથબથ થઈ ગઈ. તે થોડીવાર ત્યાં જ પડી રહી.લોકોને જાણ થયા બાદ મહિલાને તાત્કાલિક પુણેની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપી અભિજીતની ધરપકડ કરી. ગયા અઠવાડિયે પણ બારામતી તાલુકાના ગુંદાવલી ગામમાં સગીર છોકરાઓ દ્વારા એક કોલેજ સ્ટુડન્ટ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી.
ઘટના બાદ વીજ વિભાગ દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી છે. વિભાગે કહ્યું કે જે બિલ માટે આરોપીએ મહિલા ટેકનિશિયનની હત્યા કરી તેમાં કંઈ ખોટું નથી. આરોપીએ એપ્રિલમાં ૬૩ યુનિટ વીજળીનો ઉપયોગ કર્યો હતો, જેના પરિણામે ¹ ૫૭૦નું વીજળીનું બિલ આવ્યું હતું.
ગરમીના કારણે આ મહિને વીજળીના વપરાશમાં ૩૦ યુનિટનો વધારો થયો છે, જેના કારણે બિલ ૫૭૦ રૂપિયા આવ્યું છે, જે વીજળીના વપરાશ પ્રમાણે યોગ્ય છે.SS1MS