૩૦ આર્ટિસ્ટ, ૫૦૦ ડાન્સર સાથે અક્ષયનો ‘વેલકમ’ પ્લાન
મુંબઈ, અક્ષય કુમારની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ બડે મિયાં છોટે મિયાં ખાસ અસર ઊભી કરી શકી નથી. અક્ષય કુમારે આ ફિલ્મની નિષ્ફળતાને વાગોળ્યા વગર આગામી પ્રોજેક્ટ ‘વેલકમ ટુ જંગલ’માં જોડાઈ જવાનું પસંદ કર્યું છે.
‘વેલકમ ટુ જંગલ’નું શૂટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે ફિલ્મના મેકર્સે ૩૦ એક્ટર્સ અને ૫૦૦ બેકગ્રાઉન્ડ ડાન્સર્સ સાથે એક ભવ્ય ગીત બનાવવાનું વિચાર્યું છે.
કરોડો રૂપિયાના ખર્ચે આ ગીત બનાવવા મુંબઈમાં સ્પેશિયલ સેટ ઊભો કરવામાં આવ્યો છે. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની એક્શન-એડવેન્ચર ‘બડે મિયાં છોટે મિયાં’ ફ્લોપ રહી છે, પરંતુ અક્ષયની આગામી ફિલ્મ ‘વેલકમ ટુ જંગલ’ પર દરેકની નજર છે.
વેલકમ ફ્રેન્ચાઈઝીમાં આ ત્રીજી ફિલ્મ છે. થોડા સમય પહેલા ફિલ્મ સાથે સંકળાયેલો એક વીડિયો શેર થયો હતો, જેમાં ૨૫ લોકો જોવા મળતા હતા. અગાઉની બે ફિલ્મોની સરખામણીએ ત્રીજા ભાગને વધારે ભવ્ય બનાવવાનો વિચાર કરવામાં આવ્યો છે.
૨૦૦૭માં પહેલી વેલકમ આવી હતી અને તેમાં અક્ષય કુમાર હતા. ‘વેલકમ’ બેક ૨૦૧૫માં રિલીઝ થઈ હતી અને તેમાં અક્ષયની સાથે જોન અબ્રાહમનો લીડ રોલ હતો. ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મમાં ચાર એકટ્રેસ છે. આ એક્શન એડવેન્ચર ફિલ્મમાં ઘણાં સ્ટાર્સ સાથે જોવા મળશે.
ફિલ્મની સમગ્ર કાસ્ટ સાથે ભવ્ય ગીત તૈયાર કરવાનું છે. વેલકમ ફ્રેન્ચાઈઝીની ફિલ્મમાં પહેલી વખત ૩૦ એક્ટર્સ ભેગા મળીને ડાન્સ કરશે અને તેમની સાથે ૫૦૦ બેકગ્રાઉન્ડ ડાન્સર્સ પણ જોવા મળશે. ગીતમાં કોરિયોગ્રાફીની જવાબદારી ગણેશ આચાર્યને આપવામાં આવી છે. એક વીકમાં આ ગીતનું શૂટિંગ પૂરું કરવામાં આવશે અને તેના માટે મુંબઈમાં જ ભવ્ય સેટ બનાવવામાં આવ્યો છે.SS1MS