Western Times News

Gujarati News

બાઇક ધીમી ચલાવવા બાબતે યુવકની ચાકુના ઘા મારીને હત્યા

અન્ય બે આરોપીની શોધખોળ હાથધરી છે

કૃષ્ણનગર પોલીસે ત્રણેય સામે હત્યાનો ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરી

અમદાવાદ, શહેરના ઠક્કરબાપાનગરમાં ૨૩ વર્ષીય લવ ઉર્ફે શિવમ તોમર ઓઇલ ટ્રેડર્સની દુકાન ધરાવી ધંધો કરે છે. ગત ૨૪ એપ્રિલે તેઓ એક્સેસ લઇને ઘરે જતા હતા ત્યારે કેવડાજીની ચાલીના નાકા પાસે પહોચ્યો તે સમયે વંસતનગરમાં રહેતો રોહિત ઝંડાવાળો એક્સેસ લઇને જતો હતો. તેમજ તેની સાથે બીજા બાઇક પર વિશાલ અને અજય નામના યુવકો જતા હતા.

તેમની સાથે લવને બાઇક ધીમી ચલાવવા બાબતે માથાકૂટ થઇ હતી. તે સમયે રોહિતે બિભત્સ ગાળો બોલીને લવને ધક્કો મારીને કાઢી મૂક્યો હતો અને સાંજે તને જોઇ લઇશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ સાંજના સમયે લવ મેડિકલમાં દુખાવાની ગોળી લેવા ગયો હતો તે સમયે ત્રણેય શખ્સો તેના ઘરે ગયા હતા. ત્યારે લવની માતાએ તેને ફોન કરીને જાણ કરતા તે તાત્કાલિક ઘરે પહોચતો હતો.

ત્યારે કેવડાજીની ચાલી પાસે ત્રણેય શખ્સો લવને મળ્યા અને ઝઘડો કરીને માર મારવા લાગ્યા હતા. આ દરમ્યાન લવના ૨૩ વર્ષીય જુડવા ભાઇ કુશને જાણ થતા તે છોડાવવા વચ્ચે પડ્યો હતો. આ દરમ્યાન ત્રણેયએ કુશને ચપ્પુના ઘા મારતા લોહિલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા ત્રણેય ત્યાંથી નાસી ગયા હતા.

તેમજ ઇજાગ્રસ્ત કુશને સારવારઅર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન કુશનું મોત નિપજ્યુ હતુ. આ અંગે મૃતકના ભાઇએ ત્રણેય સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં રોહિત સોલંકીની ધરપકડ કરીને ફરાર બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.