Western Times News

Gujarati News

IIM સંબલપુરે વર્કિંગ પ્રોફેશનલ્સ માટે MBA ઈન ફિનટેક મેનેજમેન્ટ માટે એડમિશન્સ જાહેર કર્યા

·      આઈઆઈએમ સંબલપુર વર્કિંગ પ્રોફેશનલ્સ માટે ફિનટેક મેનેજમેન્ટમાં એમબીએ માટે ઓનલાઇન એપ્લિકેશન્સ મંગાવે છે

·      અરજી કરવાની છેલ્લી તારીખઃ 24 મે, 2024

સંબલપુર, 25 એપ્રિલ, 2024 – અગ્રણી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સમાં સ્થાન ધરાવતી આઈઆઈએમ સંબલપુરે બ્લેન્ડેડ મોડમાં એનએસઈ એકેડમીની સાથે મળીને ફિનટેક મેનેજમેન્ટમાં એમબીએ માટે એડમિશન્સની જાહેરાત કરી છે. આઈઆઈએમ દ્વારા લોન્ચ થયેલી આ પ્રથમ ફિનટેક-કેન્દ્રિત એમબીએ ડિગ્રી છે. સંસ્થાન ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામમાં એડમિશન પણ શરૂ કરી રહી છે જેના હેઠળ અરજીકર્તાઓ સોર્બોન બિઝનેસ સ્કૂલ, પેરિસથી એમબીએ ઈન ઇન્ટરનેશનલ ફાઇનાન્સ મેળવી શકે છે.

યુપીઆઈ જેવા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ભારતને ગ્લોબલ ફિનટેક પાવરહાઉસ બનાવ્યું છે જે પેમેન્ટ્સ, ડિજિટલ લેન્ડિંગ, ઇન્શ્યોરટેક અને વેલ્થટેક જેવા સેગમેન્ટ્સમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. ફિનટેકની સંભવિત વૃદ્ધિ દર્શાવે છે કે ટેક્નોલોજી, રેગ્યુલેટરી સ્ક્રૂટિની અને માર્કેટ ડાયનેમિક્સમાં આગળ વધવા માટે કુશળ અને સક્ષમ લોકો માટેની મોટી જરૂરિયાત દર્શાવે છે. વ્યૂહાત્મક સહયોગની મજબૂત પાયા પર આ પ્રોગ્રામ સહભાગીઓને બ્લોકચેઇન, એઆઈ અને ક્રિપ્ટોગ્રાફી જેવા ટેક્નિકલ વિષયોમાં સ્પેશિયલાઇઝ્ડ ટ્રેનિંગ પૂરી પાડવા માટે સારી રીતે તૈયાર કરાયો છે જે આધુનિક ટેક્નોલજીમાં વ્યૂહાત્મક ક્ષમતાઓ અને નિપુણતાને પ્રોત્સાહન આપે છે.

આઈઆઈએમ સંબલપુરના ડિરેક્ટર પ્રો. મહાદેવ જયસ્વાલે માહિતી આપી હતી કે “9,000થી વધુ ફિનટેક સ્ટાર્ટઅપ્સ સાથે ભારત વિશ્વભરમાં ત્રીજું સૌથી મોટું ફિનટેક હબ છે અને વર્ષ 2030 સુધીમાં 400 અબજ ડોલર જેટલો બિઝનેસ ઊભો કરશે જે હાલની સાઇઝ કરતાં ચાર ગણો હશે. મોટાપાયે ઊભી થતી નોકરીઓ અને ઊભરતી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે ફિનટેક સેક્ટર અઢળક નોકરીઓ અને ઉદ્યોગસાહસિકતાની સંભાવનાઓ રજૂ કરે છે.

અમે વિશેષ કુશળતાઓ, જ્ઞાન અને અનુભવ મેળવવા માટે ફિનટેક મેનેજમેન્ટમાં એમબીએ લોન્ચ કરી રહ્યા છીએ જેથી તમે ઝડપથી વધી રહેલી ફિનટેક ઇકોસિસ્ટમમાં આંત્રપ્રિન્યોર કે ઇન્ત્રાપ્રિન્યોર તરીકે તમારી સફર શરૂ કરી શકો. અમારા 18 મહિનાના પ્રોગ્રામમાં ત્રણેય ટર્મમાં કાળજીપૂર્વક બનાવેલા 17 કોર્સીસનો સમાવેશ થાય છે જે વ્યાપક શિક્ષણની યાત્રા સુનિશ્ચિત કરે છે.”

આ પ્રોગ્રામ વર્કિંગ પ્રોફેશનલ્સ માટે તૈયાર કરવામાં આવ્યા છે અને તેમાં 17 સ્પેશિયલાઇઝ્ડ કોર્સીસના વ્યાપક અભ્યાસક્રમનો સમાવેશ થાય છે. પ્રોગ્રામના બ્લેન્ડેડ પ્રકારને ધ્યાનમાં રાખતાં એશિયન અને યુરોપિયન દેશોના વર્કિંગ પ્રોફેશનલ્સને પણ અરજી કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પ્રોગ્રામ ડ્યુઅલ ડિગ્રીસ મેળવવાની ઇચ્છા રાખનાર વિદ્યાર્થીઓ માટે આઈઆઈએમ સંબલપુર ખાતે અને મુંબઈમાં એનએસઈ એકેડમી સાથે ઈમર્સન ઉપરાંત સોર્બોન બિઝનેસ સ્કૂલ (પેરિસ) ખાતે ઈન્ટરનેશનલ ઈમર્સન પણ ઓફર કરે છે. ઓનલાઇન એપ્લિકેશન રજૂ કરવાની અંતિમ તારીખ 24 મે, 2024 છે.

આઈઆઈએમ સંબલપુરના પ્રોગ્રામ ચેરપર્સન પ્રો. દિવાહર નાદરે જણાવ્યું હતું કે “ફિનટેક મેનેજમેન્ટમાં એમબીએ બુધવારે, શનિવાર અને રવિવારે ઓનલાઇન લેક્ચર્સ સાથે બ્લેન્ડેડ લર્નિંગ અપ્રોચ રજૂ કરે છે જેમાં દરેક સેમેસ્ટરમાં આઈઆઈએમ સંબલપુર ખાતે વ્યક્તિગતપણે સેશન્સ પણ હશે. આ પ્રોગ્રામની મહત્વની બાબત છે સમર્પિત ઇન્ક્યુબેટર ટ્રેનિંગ જે ફિનટેક સ્ટાર્ટઅપ લોન્ચ કરવા માટે મેન્ટરશિપ ઓફર કરે છે.

આ પ્રોગ્રામ ઉદ્યોગ, શિક્ષણજગત અને ફિનટેક સમુદાય સાથે ઉચ્ચ સંબંધોને પ્રોત્સાહન આપે છે અને અદ્વિતીય નેટવર્કિંગ તકો તેમજ ઉદ્યોગસાહસિકતા તાલીમ ઓફર કરે છે. ફિનટેક ઉદ્યોગમાં ચર્ચાઓ શરૂ કરવા તથા અનેક હિસ્સેદારોને એક કરવા માટે અમે મુંબઈમાં બીકેસીમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે પાંચમી મેના રોજ રાઉન્ડટેબલ ડિસ્કશનનું આયોજન કરી રહ્યા છીએ.”

લાયકાતઃ અરજીકર્તા લઘુતમ 50 ટકા માર્ક્સ સાથે કોઈપણ પ્રવાહમાં બેચલર્સ ડિગ્રી અથવા તેની સમકક્ષ ધરાવતો હોવો જોઈએ. કોઈપણ વિષયમાં ડિગ્રી આવકાર્ય છે પરંતુ બિઝનેસ, ઇકોનોમિક્સ, મેથેમેટિક્સ, એન્જિનિયરિંગ, કમ્પ્યૂટર સાયન્સ અથવા તેને સંબંધિત વિષયોના બેકગ્રાઉન્ડ ધરાવતી ડિગ્રીને પસંદગી અપાશે. ક્વોલિફિકેશન ઉપરાંત અરજીની છેલ્લી તારીખ સુધીમાં ઓછામાં ઓછા બે વર્ષનો  મેનેજરિયલ/આંત્રપ્રિન્યોરિયલ/પ્રોફેશનલ અનુભવ હોવો જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.