“કોંગ્રેસ ગંદી તરબીકોથી જાતિના આધાર પર સમાજમાં ભાગલા પાડી રહી છે”: ડૉક્ટર સુશ્રુત ગૌડા
કોંગ્રેસને આંચકા પર આંચકાઃ કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા BJPમાં સામેલ-રાહુલ ગાંધી સાથે “ભારત જોડો” યાત્રામાં સામેલ કર્ણાટકના કોંગ્રેસ નેતા જ BJPમાં જોડાયા
(એજન્સી)બેંગ્લુરૂ, લોકસભાની ચૂંટણી અગાઉથી જ કોંગ્રેસને આંચકા લાગવાનું ચાલુ છે. હવે સમાચાર છે કે, કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉક્ટર સુશ્રુત ગૌડા ભાજપમાં સામેલ થઈ ગયા છે.
ખાસ બાબત એ છે કે, ગૌડાએ કોંગ્રેસના ટોચના નેતા રાહુલ ગાંધીની કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો. તેમણે હવે કોંગ્રેસ પર જ ગંભીર આરોપો લગાવ્યા છે અને જણાવ્યું હતું કે, Shushratha Gowda, a doctor from Mysuru, who was among the aspirants for Congress tickets to contest the Mysuru Lok Sabha constituency, has joined the BJP.
કોંગ્રેસ ગંદી તરબીકોથી જાતિના આધાર પર સમાજમાં ભાગલા પાડી રહી છે. બુધવારે ગૌડાએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. નોંધનીય છે કે, તેમને તાજેતરમાં જ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. ગૌડાની વિદાયને લઈને કર્ણાટક કોંગ્રેસના પ્રવકતા એચ.એ.વેંકટેશે જણાવ્યું હતું કે, ગૌડાના જવાના કારણે મૈસૂરમાં કોંગ્રેસને કોઈ ખાસ ફરક નહીં પડે કેમ કે, તે પાર્ટીમાં સક્રિય ન હતા.
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ ગૌડાએ જણાવ્યું હતું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાના વિઝનથી પ્રેરિત છે. તેમણે ઉમેર્યું હતું કે, મારું લક્ષ્ય લોકોની સેવા કરવાનું છે અને મને લાગે છે કે, મારું સપનું પૂર્ણ કરવા માટે ભાજપ સૌથી સારી પાર્ટી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપમાં ગૌડાની એન્ટ્રીથી પક્ષને વધુ એક સારા વોક્કલિગા નેતા મળી ગયા છે.