GPCBએ પ્રદૂષણના મુદ્દે 1 કરોડ દંડ ફટકાર્યો થર્મલ પાવર સ્ટેશનને
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લા જીપીસીબીએ થર્મલ પાવર સ્ટેશનને પદૂષણના મુદ્દે એક કરોડ રૂપિયાનો દંડ ફટકારતા ચકચાર મચી છે અંગે મળતી માહિતી મુજબ થર્મલ પાવર સ્ટેશનમાં લીકેજના પ્રશ્ન ને લઇ મહીસાગર નદીમાં ઓઇલ જતું હોય પ્રદૂષણનો મુદ્દો મુખ્ય બન્યો હતો મહીસાગર નદીનું પાણી પ્રદૂષણ થી ગંદુ થતાં આ પાણીનો ઉપયોગ કરનાર અન્ય લોકો પણ અસરગ્રસ્ત બનતા હોવાની બૂમ ઉઠવા પામી હતી.
આ પ્રદૂષણના મુદ્દાની જાણ ખેડા જિલ્લા જીપીસીબીને થઈ હતી તેમણે સ્થળ પર જઈને તપાસ હાથ ધરી હતી આ તપાસમાં થર્મલ પાવર સ્ટેશન ના પદૂષણના કારણે એટલે કે પાવર સ્ટેશનના લીકેજના કારણે ઓઇલ લીકેજ થતો હોવાનું બહાર આવ્યું હતું પદુષણ બોર્ડ દ્વારા પાણીમાંથી કેટલાક નમૂના લીધા હતા અને લેબોટરીમાં મોકલ્યા હતા.
આ ઉપરાંત જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આજે થર્મલ પાવર સ્ટેશન ને રૂપિયા એક કરોડનો દંડ ફટકારવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે આ બાબતે ખેડા જિલ્લા પદૂષણ વિભાગના જિલ્લા અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે થર્મલ પાવર સ્ટેશન ના કારણે પાણી ગંદુ થતું હતું અને પદૂષણ ફેલાતું હોય આજે રૂપિયા એક કરોડનો દંડ જીપીસીબી દ્વારા થર્મલ પાવર સ્ટેશનને ફટકારવામાં આવ્યો છે.