Western Times News

Gujarati News

28મી એપ્રિલે યોજાશે “નૉ યોર પોલિંગ સ્ટેશન કેમ્પેઇન”: મતદારોને અપાશે પોલિંગ બુથની જાણકારી

Know Your Polling Station (KYPS) કેમ્પેઈન અંતર્ગત BLO દ્વારા ૨૮મી એપ્રિલના રોજ સવારે ૯:૦૦થી ૧૨:૩૦ દરમિયાન પોલિંગ બુથ અને ત્યાં મળનાર સુવિધાઓની જાણકારી અપાશે

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં મતદારોને મતદાનના દિવસે  AMF (Assured   Minimum Facility) આપવામાં આવે ઉપરાંત, મતદાન મથકના સ્થળની જાણકારી ઓળખના પુરાવા તેમજ આનુષાંગિક તમામ જાણકારી મળી રહે તે માટે Know Your Polling Station કેમ્પેઈનનું આયોજન તા. ૨૮/૦૪/૨૦૨૪, રવિવારના રોજ સવારે ૯:૦૦થી ૧૨:૩૦ કલાક દરમિયાન કરવામાં આવ્યું છે.

KYPS કેમ્પેઇન અંતર્ગત જે તે મતદાન મથકના BLOશ્રી કચેરી સમય દરમિયાન મતદાન મથકે મતદાર યાદી સાથે બેસશે તથા મતદાન મથકની મુલાકાતે આવેલા મતદારો મતદાર યાદીમાં તેઓના ક્રમથી માહિતગાર કરશે.

દિવ્યાંગ મતદારો, ગર્ભવતી મહિલાઓ તથા 80+ મતદારોને મતદાન માટે પ્રાધાન્યની બાબત, આદર્શ મતદાન મથક, યુવા સંચાલિત મતદાન મથક, મહિલા સંચાલિત મતદાન મથક, PWD સંચાલિત મતદાન મથકની જાણકારી આપશે. આ ઉપરાંત મતદારો મતદાન મથક પર ઉપલબ્ધ તમામ સુવિધાઓની માહિતી મેળવી શકશે. મતદાન માટે ઓળખના વૈકલ્પિક પુરાવાની પણ માહિતી પણ પૂરી પાડવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.