Western Times News

Gujarati News

3 વર્ષની દીકરીને સોયાબીનનો દાણો શ્વાસનળીમાં ફસાયોઃ ડોકટરોએ સફળ સર્જરી કરી બચાવી

અમદાવાદ સિવિલમાં એક અઠવાડીયામાં બે સફળ સર્જરીથી તબીબોએ બે બાળકને નવજીવન આપ્યું

અમદાવાદ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં બે બાળકો ના પેટમાંથી સર્જરી દ્વારા ફોરન બોડી બહાર કાઢવાની સફળ સર્જરી કરવામાં આવી છે. પ્રથમ કિસ્સાની વિગત એવી છે કે, મહેસાણાના વતની અને વ્યવસાયે સુથારી કામ કરતા ખોડાભાઈની ત્રણ વર્ષની દીકરી ૧લી એપ્રિલ ૨૦૨૪ ના રોજ રમત માં આકસ્મિક રીતે સોયાબીન શ્વાસ નળીમાં જતા તીવ્ર શ્વાસોશ્વાસની તકલીફ ઉભી થઈ.

ખોડાભાઈનાં પત્ની મનીષાબેનને સોયાબીન નો દાણો ખાધા પછી તરત જ ઉધરસ આવતા શ્વાસ નળીમાં સોયાબીનનો દાણો ગયો હોવાની શંકા જતા સાંજે ૭ વાગ્યાની આસપાસ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા. મહેસાણા સિવિલમાં તેણીને શ્વાસ લેવામાં તકલીફ હોવાથી સતત ઓક્સિજનની જરૂર પડી રહી હતી.

ત્યારબાદ ૫ મી એપ્રિલ ૨૦૨૪ ના રોજ મહેસાણા સિવિલથી આર્યાને ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી. પાંચ દિવસ માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ રાખ્યા દરમ્યાન આર્યાનો છાતી નો સીટી સ્કેન કરતા (ૐઇઝ્ર્‌ થોરાક્સ) શ્વાસનળીના નીચેના ભાગ માં કોઇ વસ્તુ ફસાયેલી હોવાનુ માલુમ પડ્‌યુ.

ત્યારબાદ તેણીને વધુ સારવાર અર્થે ૧૨૦૦ બેડ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં રીફર કરવામાં આવી જ્યાં તાત્કાલિક ધોરણે તેની બ્રોન્કોસ્કોપી કરવામાં આવી આર્યા ને માતાએ જે શંકા કરી હતી તે સાચી પડી.

બ્રોન્કોસ્કોપી દ્વારા તેની શ્વાસ નળી માંથી સોયાબીનનો દાણો કાઢવામાં આવ્યો. જે ઓપરેશન પછી ધીરે ધીરે તેણીને શ્વાસની તકલીફ દુર થતા અને પોસ્ટઓપરેટીવ કોઇપણ બીજી તકલીફ ન રહેતા સ્વસ્થ જણાતા રજા આપવામાં આવી.

બીજા કિસ્સાની વાત કરીએ તો ગીર સોમનાથના શાહિદ ભાઈ સુમરા અને મુનીજા બેનનાં દોઢ વર્ષ ના દીકરા અલી ને ૧૮ એપ્રિલ ના રોજ અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા અને ખાંસી આવતાં તેની મમ્મી મુનીજા બેનને દિકરાની શ્વાસ નળીમાં નાળિયેરનો ટુકડો ગયો હોવાની શંકા જતા તાત્કાલિક સોમનાથમાં પ્રાઇવેટ ઇ એન ટી સર્જન ને બતાવ્યું.

ત્યાં થી અમદાવાદ સિવિલ રીફર કરવામા આવ્યા. જ્યાં તબીબોએ બ્રોન્કોસ્કોપી કરી અને. મુનીજાં બેનની શંકા મુજબ નો નાળિયેર નો ટુકડો બહાર કાઢ્યો. ઓપરેશન બાદ પોસ્ટ ઓપરેટિવ સમય સામાન્ય પસાર થતા બાળક સ્વસ્થ થતા રજા આપવામાં આવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.