5 વર્ષ પહેલા થયેલી લૂંટ વીથ મર્ડરના કેસમાં 10 આરોપીઓને આજીવન કેદની સજા
સ્ટીલની પાઈપો ચોરી કરવા આવેલા લૂંટારાઓએ સિક્યુરીટી ગાર્ડને મારી નાંખ્યોઃ
(પ્રતિનિધિ) ભરૂચ, પાંચ વર્ષ પહેલા તા.૧૨.૬.૧૮ ના રોજ ઝઘડિયા જીઆઈડીસીની આરતી ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં રાત્રિના સમયે ૧૦ થી ૧૨ અજાણ્યા ચોરો સ્ટીલની પાઈપો ચોરી ગયા હોવાનું ફરજ પરના સિક્યુરિટીને જણાયું હતું, સિક્યુરિટી દ્વારા ઝઘડિયા GIDC પોલીસને જાણ કરવામાં હતી.
કંપનીના સિક્યુરિટીની ગાડી લઈ કંપનીના સિક્યુરિટી અંકિત યોગી, દિલીપકુમાર, સુનિલકુમાર, રોહિતસિંહ તથા રામપ્રકાશ પાલ સાથે ચોરોનો પીછો કરવા નીકળ્યા હતા.આગળ જતા ઝઘડિયા પોલીસ પણ સિક્યુરિટીની ગાડી સાથે ભેગી થઈ ગઈ હતી. તે દરમ્યાન કંપનીના પાછળના ભાગે ઝાડી ઝાંખરામાં ચોરી કરવા આવેલા પૈકીનાઓએ ત્રણ મોટર સાયકલ લોક કરી પાર્ક કરી હતી.
તે દરમ્યાન કંપનીમાં ચોરી કરવા ઘૂસેલા અજાણ્યા ૧૦ થી ૧૨ ઈસમો પૈકીનાએ પોલીસ તથા કંપનીના સિક્યુરિટી પર હુમલો કર્યો હતો. ધારીયા, ડંડા જેવા જીવલેણ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા લૂંટની ઘટનામાં એક સિક્યુરિટી રામ પ્રકાશ પાલ ગંભીર રીતે ગવાયો હતો તેને માથાના ભાગે તથા શરીરના ભાગે ઈજાઓ તથા તેનું સ્થળ પણ જ મોત નીપજ્યું હતું.
આ દરમ્યાન હુમલાખોરે પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી.જેમાં ઝઘડિયા પોલીસના કોન્સ્ટેબલ જશવંતભાઈ સાથે પણ ઝપાઝપી કરી તેમનો મોબાઈલ ફોન ખૂંચવીને લઈ ગયા હતા. આ ઘટનામાં કંપનીના સિક્યુરિટી કર્મચારી અંકિત મોહન જોગી દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ કેસ અંકલેશ્વરના બીજા અધિક સત્ર ન્યાયાધીશની અદાલતમાં ચાલી જતા અને ફરિયાદ પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિટર સી બી મોદીની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા બંને પક્ષકારોની રજૂઆતો સાથે સજાની જોગવાઈઓ ધ્યાને લઈ આ કામે આરોપીઓ વિરુદ્ધ ગુનાની હકીકત પુરવાર થયેલ છે જે કલમની જોગવાઈ મૃત્યુદંડ અથવા આજીવન કેદની અથવા દસ વર્ષ સુધીની સખત કેદની સજા ની જોગવાઈ છે.
આરોપીઓ વિરુદ્ધ જે ગુનાનું તોહમત છે તે ગંભી પ્રકારનો લૂંટ સાથે સાપરાધ મનુષ્યવધના ગુનાનું તહોમત પુરવાર થયેલ છે અને આ પ્રકારના ગુનાને હળવાસથી લઈ શકાય નહીં,જેથી ન્યાયના વિશાળ હિતમાં કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો કે ક્રિમિનલ પ્રોસિજર કોડ ની કલમ ૨૩૫/૨ મુજબ આરોપી (૧) જીગ્નેશ જયંતી વસાવા (૨) રાહુલ જયંતિ વસાવા (૩) પંકજ પ્રવીણ વસાવા
(૪) રાકેશ રાજેશ વસાવા (૫) સંજય કંચન વસાવા (૬) સુરેશ સોમા વસાવા (૭) સુરેન્દ્ર અરવિંદ વસાવા (૮) હસમુખ મહેન્દ્ર વસાવા (૯) હિતેશ અરવિંદ વસાવા (૧૦) દિનેશ ઉર્ફે જીગો પાંચિયા વસાવા નાઓને ભારતીય દંડ સંવિધાનની કલમ ૩૯૬ સાથે ઈપીકો કલમ ૧૨૦ (બી) અન્વયે પ્રત્યેકને આજીવન કેદની સજા તથા રૂપિયા ૧૦,૦૦૦ દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.
ઝઘડિયા જીઆઈડીસીની આરતી ઈન્ડસ્ટ્રીઝમાં લૂંટ વીથ મર્ડર કેસની અંદર પાંચ વર્ષના ગાળા દરમ્યાન કોર્ટ દ્વારા ૧૦ જેટલા લૂંટ વીથ મર્ડરના આરોપીઓને આજીવન કેદની તથા રોકડની સજા ફટકારતા ગેરકાયદેસર કૃત્ય કરનારાઓમાં ફફડાવ્યા વ્યાપી જવા પામ્યો હતો.