શિરોમણી અકાલી દળના કાર્યક્રમમાં કાર્યકર્તાઓની વચ્ચે ઝપાઝપી થઈ

નવી દિલ્હી, પંજાબના ભટિંડામાં શિરોમણી અકાલી દળના એક કાર્યક્રમમાં પાર્ટી કાર્યકર્તાઓ એકબીજા સાથે ઘર્ષણમાં પડ્યા હતા. થોડી જ વારમાં મામલો એટલો વધી ગયો કે બંને પક્ષોએ એકબીજા પર ખુરશીઓ મારવાનું શરૂ કર્યું. ભટિંડાના એક ખાનગી રિસોર્ટમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અકાલી દળના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં પાર્ટીના કાર્યકરો એકબીજા પર ખુરશી ફેંકતા જોવા મળે છે. તે જ સમયે, ઘટના બાદ સમગ્ર રિસોર્ટમાં અફરા-તફરી મચી ગઈ હતી. સ્થળ પર હાજર સુરક્ષાકર્મીઓએ મોટી મુશ્કેલીથી આગેવાનોને બહાર કાઢ્યા હતા.
ભટિંડા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, આ કાર્યક્રમમાં હરસિમરત કૌર બાદલ પણ આવવાના હતા, પરંતુ તેઓ કાર્યક્રમમાં હાજર ન થાય તે પહેલા જ વિવાદ સર્જાયો હતો. જેના કારણે કાર્યક્રમ મોકૂફ રાખવો પડ્યો હતો.
મળતી માહિતી મુજબ શિરોમણી અકાલી દળની યુવા પાંખના નેતાઓએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં તેઓ જીછડ્ઢ ઉમેદવાર હરસિમરત કૌર બાદલ માટે પ્રચાર કરી રહ્યા હતા. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી.
વિવાદ એટલો વધી ગયો કે સ્ટેજ પાસે હાજર બંને પક્ષોએ એકબીજા પર ખુરશીઓ ફેંકવાનું શરૂ કરી દીધું. તમને જણાવી દઈએ કે પંજાબની ૧૩ લોકસભા સીટો માટે ૧ જૂનના રોજ મતદાન થશે.SS1MS