ઇસનપુરમાં યુવકને લૂંટી લઈ હત્યા કરનાર બે આરોપીઓને આજીવન કેદ
અમદાવાદ, શહેરના ઈસનપુર વિસ્તારમાં વર્ષ ૨૦૨૦માં મોબાઈલ લૂંટીને યુવકની હત્યા કરનાર આરોપી હાર્દિક ઉર્ફે ચિમન વિનોદભાઈ અગ્રવાલ અને શ્યામ ઉર્ફે લક્કી રામ પ્રસાદ રાઠોડને એડીશનલ સેશન્સ જજ હરેશકુમાર એચ.ઠક્કરએ ગુનેગાર ઠરાવીને આજીવન કેદની સજા અને દરેક આરોપીને રૂ.૩૦ હજાર દંડ ફટકાર્યો છે.
જયાર એક આરોપી સામે ગુનો પુરવાર નહીં થતા છોડી મુકયો હતો. કોર્ટે ચુકાદામાં નોંધ્યુ હતુ કે, આરોપીઓ સામે લૂંટ વીથ મર્ડરનો ગુનો પુરવાર થયો છે.
રેરેસ્ટ ઓફધી રેર પ્રકારનો કેસ હોય તોજ આરોપીઓને મૃત્યુદંડની સજા કરવી જોઈએ. પ્રસ્તુત કેસમાં આરોપીઓ યુવા વયના છે તેમજ મધ્યમ વર્ગના સમાજમાંથી આવે છે. તે સંજોગો જોતાં ખૂના ગુનામાં મૃત્યુ દંડની સજા ના કરતા આજીવન કેદની સજા અને દંડ ફટકારવામાં આવે તો ન્યાયનો હેતુ બર આવશે.
૧૦ જુલાઇ ૨૦૨૦ના રોજ ઉમંગ દરજી બાઇક લઈને ઘરેથી બહાર નીકળ્યો હતો અને રાતે ઉમંગના ઘરે ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, ગુરુજી બ્રીજ પાસે કોઈએ તમારા દીકરાને છરી મારી છે અને લોહી નીકળે છે.
એટલે ઉમંગના પિતા હરેશભાઈ દરજી તેમના પડોશીને લઈને ગુરુજી બ્રીજ પાસે ગયો હતો. ત્યારે ઉમંગ દરજીને છાતીના ભાગે તથા પેટના ભાગે કોઈએ ચપ્પાના ઘા મારીને વીવો કંપનીનો મોબાઈલ અને પર્સમાંથી આધારકાર્ડ, પાનકાર્ડ સહિતની વસ્તુઓ લૂંટીને નાસી ગયા હતા. બીજી તરફ ઉમંગને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયા ઉમંગનું મૃત્યુ નિપજયુ હતુ.
ઈસનપુર પોલીસે બે કિશોરીઓની અટકાયત કરીને પુછપરછ કરતા લૂંટ વીથ હત્યાનો ગુનાનો ભેદ ઉકેલાયો હતો. જેમાં પોલીસે હાર્દિક ઉર્ફે ચિમન વિનોદભાઈ અગ્રવાલ અને શ્યામ ઉર્ફે લક્કી રામ પ્રસાદ રાઠોડ, કૃણાલ દીપકભાઈ દલવાડી અને બે કિશોરીની અટકાયત કરીને કોર્ટમાં ચાર્જશીટ મુકયુ હતુ.
જેમાં ત્રણ આરોપીઓ સામે સિટી સિવિલ કોર્ટમાં સરકારી વકીલે ૧૯ સાક્ષીઓ અને ૩૫ દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને જણાવ્યુ હતુ કે, બે કિશોરીને મોબાઈલ જોઈતો હતો ત્યારે ખોખરા ગુરુજી બ્રીજ પાસે ઉમંગ પોતાની મોટરસાઈકલ લઈને બેઠો હતો તે વખતે હાર્દિક ઉર્ફે ચિમન, શ્યામ ઉર્ફે લક્કી આવ્યા હતા અને મોબાઈલ માગ્યો હતો જે આપવાનો ઈન્કાર કરતા છરીઓ કાઢીને ઉમંગને મારીને મોબાઈલ તથા પર્સ લૂંટી લીધુ હતુ.
આમ આખો કેસ પુરવાર થયો હોય સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીઓને મૃત્યુ દંડની સજા ફટકારવી જોઈએ. ત્યારબાદ કોર્ટે બે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.જયારે કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોરી સામેનો કેસ જુવેનાઈલ પ્રમુખની કોર્ટમાં ચાલી રહ્યો છે.SS1MS