અક્ષય કુમાર અને પ્રિયદર્શન ૧૭ વર્ષ બાદ સાથે કામ કરશે
મુંબઈ, સફળ ડાયરેક્ટર પ્રિયદર્શન આગામી ફિલ્મ લાવવાની તૈયારી કરી રહ્યા છે. આગામી ફિલ્મ માટે તેઓ ૧૪ વર્ષ બાદ પોતાના માનીતા એક્ટર અક્ષય કુમાર સાથે કામ કરવાના છે. પ્રિયદર્શન અને અક્ષયકુમારની જોડીએ અગાઉ યાદગાર ફિલ્મો આપી છે.
૨૦૦૦ના વર્ષમાં ‘હેરાફેરી’ અને ૨૦૦૭માં ‘ભૂલભુલૈયા’માં ડાયરેક્ટર-એક્ટરની જોડીએ જમાવટ કરી હતી. તેથી તેમના આગામી પ્રોજેક્ટ અંગે આતુરતા છવાયેલી છે. પ્રિયદર્શને જણાવ્યું હતું કે, રામ મંદિરના ઈતિહાસ આધારિત ડોક્યુ સિરીઝનું કામ પૂરું કર્યું છે.
હવે મારી સૌથી વધુ મહત્ત્વની ફિલ્મની શરૂઆત અક્ષય કુમાર સાથે કરવાનો છું, જેને એકતા કપૂર પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મ કોમેડી સાથેની હોરર ફેન્ટસી છે. પ્રિયદર્શને હોરર અને કોમેડીનું કોમ્બિનેશ કરીને ‘ભૂલભુલૈયા’ બનાવી હતી, જેની સીક્વલમાં ત્રીજી ફિલ્મ બની રહી છે.
આગામી ફિલ્મ પણ ‘ભૂલભુલૈયા’ જેવી હોવાની શક્યતા અંગે વાત કરતાં પ્રિયદર્શને જણાવ્યુ હતું કે, ‘ભૂલભુલૈયા’ સાયકોલોજિકલ થ્રિલર હતી, જ્યારે આગામી ફિલ્મ ફેન્ટસી છે. કાળા જાદુ અને ભારતની અંધશ્રદ્ધાઓને રજૂ કરવામાં આવશે. અક્ષય કુમાર સાથેની પહેલી ફિલ્મથી માંડીને દરેક પ્રોજેક્ટ સારા રહ્યા છે.
અક્ષય દરેક ફિલ્મમાં લાગણીથી કામ કરે છે. અક્ષય સાથે ફરી કામ કરવા માટે સારી સ્ટોરીની રાહ જોતો હતો. અક્ષય કુમાર અને પ્રિયદર્શને આપેલી હિટ ફિલ્મો પૈકી ભૂલભુલૈયા ઉપરાંત હેરાફેરીની પણ ત્રીજી ફિલ્મ બની રહી છે.
૬૭ વર્ષીય પ્રિયદર્શનને સીક્વલનો આ કન્સેપ્ટ ખાસ પસંદ આવતો નથી. તેમનું માનવું છે કે, ઓરિજિનલ ફિલ્મ જેવી મજા સીક્વલમાં આવી શકે નહીં. સીક્વલમાં ફિલ્મ મેકર્સ દ્વારા પહેલી ફિલ્મની લોકપ્રિયતાનો લાભ લેવામાં આવે છે. સીક્વલ બનાવવામાં કશું ખોટું નથી અને આખી દુનિયામાં આવું જ ચાલે છે.SS1MS