Western Times News

Gujarati News

ખત્રી સમાજની 7 પેટા જ્ઞાતિઓના 100 બટુકોને વિનામૂલ્યે યજ્ઞોપવિત કરવાની જવાબદારી ઉપાડી પરેશભાઈએ

અમદાવાદ :દરેક સફળ વ્યક્તિના જીવનમાં સમાજનું પ્રદાન હંમેશા રહેલું હોય છે.  સમાજના આ ઋણને ચૂકવવા માટે જ પરેશભાઈ પરસોતમદાસ ખત્રીએ પોતાના સમાજની સાત પેટા જ્ઞાતિઓના એક સો બટુકોની એક સાથે વિનામૂલ્યે યજ્ઞો પવિત કરવાની જવાબદારી એકલા હાથે ઉપાડી લીધી હતી.

તારીખ 28 એપ્રીલ 2024 ને રવિવારના રોજ આ ભવ્ય પ્રસંગનું આયોજન થયું હતું.

બટુકો ,વાલીઓ, જ્ઞાતિજનો તથા સાતેય જ્ઞાતિના પ્રમુખએ ભેગા મળી આનંદ અને ઉત્સાહ સભર આખો પ્રસંગ માણ્યો.

જ્ઞાતિજનો તરફથી દરેક બટુકોને આશરે 70 જેટલી ભેટ આપવામાં આવી હતી. ગઈકાલના સમારંભમાં સ્વયંસેવકોનો ફાળો કદી ન ભૂલાય એવી છાપ છોડીને ગયો છે.

સતત મહેનત, ઈમાનદારી, અને હંમેશા કંઈક નવું કરવાના વિચાર સાથે જીવનારા પરેશભાઈ ખત્રી એક ખૂબ સાહસિક અને સફળ વ્યક્તિ છે. છેલ્લા ઘણા મહિનાઓની રાત દિવસની મહેનતથી આ પ્રસંગ ખૂબ સફળ રીતે પાર પાડ્યો છે.

બટુકો, વાલીઓ, અને જ્ઞાતિજનોના તેમને ખૂબ ખૂબ આશીર્વાદ મળ્યા છે, જેથી ભવિષ્યમાં પણ આવા વિવિધ ધાર્મિક પ્રસંગો કરતા રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.