Western Times News

Gujarati News

નવરંગપુરાના વૃદ્ધ વેપારી પાસેથી સાયબર ગઠિયા ૨.૧૦ કરોડ ખંખેરી ગયા

અમદાવાદ, નવરંગપુરા વિસ્તારમાં રહેતા મીનેશકુમાર એન્જિનિયર (ઉ.વ ૫૯) ટેસ્ટિંગ એન્ડ સર્ટિફિકેશનનો વ્યવસાય કરે છે. તેમના પત્ની અને બંને સંતાન વિદેશમાં સ્થાયી છે.

ગઇ ૨૦ એપ્રિલે વૃદ્ધના મોબાઈલ ફોન નંબર પર ફેડએક્સ એક્સપ્રેસ કંપનીમાંથી આકાશ ચોપડા નામના શખ્સે ફોન કર્યો અને કહ્યું હતું કે તમારા નામથી બુક કરાવેલુ પાર્સલ કસ્ટમ ડિપાર્ટમેન્ટ ડિટેન કરી લીધું છે. તેમાંથી પાંચ પાસપોર્ટ, ચાર ક્રેડિટ કાર્ડ અને ૨૦૦ ગ્રામ એમડી ડ્રગ્સ, ચાર કિલો કપડા, એક જોડી શૂઝ અને એક લેપટોપ મળી આવ્યા છે. તમારા આધારકાર્ડ નંબરથી આ પાર્સલ બુક કરાવ્યું છે.

બાદમાં ફોન કરનાર શખ્સે મુંબઈ સાયબર ક્રાઈમ બ્રાંચમાં કોલ ટ્રાન્સફર કરવો પડે તેમ કહીને ડરાવ્યા હતા. આ જ પ્રકારે જુદા-જુદા વિભાગના અધિકારીઓ સાથે વૃદ્ધને ફોનમાં વાત કરાવીને ધરપકડ કરવી થશે તેવો ડર બતાવી વૃદ્ધના ખાતામાં કેટલા રૂપિયા છે.

બીજું કેટલું રોકાણ છે તે તમામ વિગતો જાણીને ગઠિયાએ વૃદ્ધ પાસેથી રૂ.૨.૧૦ કરોડ પડાવી લીધા હતા. વૃદ્ધે રૂપિયા ચૂકવી દીધા બાદ થોડા દિવસ રહીને સાયબર ટોલ ળી નંબર પર કોલ કરીને બનાવ અંગેની જાણ કરી હતી.

બાદમાં ગાંધીનગર સાયબર ક્રાઈમે ૯ શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. વૃદ્ધ કોઈને જાણ ન કરે તે માટે ઠગ ટોળકી વૃદ્ધને સ્કાયપી દ્વારા કોલ કરતા અને મોબાઈલનો આગળનો કેમેરા ચાલુ રખાવતા હતા. તેથી વૃદ્ધ પર નજર રાખી શકાય. સતત ૯ દિવસ સુધી ઠગ ટોળકીના તમામ સાગરીતો વૃદ્ધને માનસિક ત્રાસ આપીને તેના એકાઉન્ટમાં અને અન્ય રોકાણ મળીને ૨.૧૦ કરોડ ખંખેરી લીધા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.