1 હજારના રોકાણ સામે 85 હજાર મળશે તેવી લાલચ આપી ગ્રામજનોને લૂંટતો શખ્સ ઝડપાયો
ગરીબ લાભાર્થીઓ સાથે બંટી-બબલીની લાખોની છેતરપીંડી
(એજન્સી)ગોધરા, ગોધરા ના નદીસર પેટે પતરાના મુવાડા ગામે બંટી બબલી આવીને ગ્રામજનોને રૂ.૧ હજાર રોકાણ઼ કરશો તો ૪૫ દિવસમાં રૂ. ૮૫ હજાર મળશે તેવી઼ લાલચ આપીને રૂ.૩.૨૫ લાખની ઠગાઇની ફરિયાદ કાંકણપુરમાં નોધાઇ હતી. કાંકણપુર પોલીસે છેતરપીંડીકરનાર બંટીને પકડીને જેલમાં ધકેલી દીધો હતો.
ગોધરા તાલુકાના નદીસર ગામના પતરાના મુવાડા ખાતે઼રહેતા રાવજી સોમા બારીયાના ઘરે તા.૧૭ મે ૨૦૨૩ ના રોજ મહેસાણાના વડનગર રહેતા હિમાંશુભાઈ઼નરેશભાઈ બારોટ અને તેઓના પત્ની ખુશ્છબેન બારોટતેઓના ઘરે યજમાનવત્તિ કરવા આવ્યા હતા. અને઼ હિમાંશુભાઇએ જણાવ્યું કે સૂર્ય ફાઉન્ડેશન નામનીએક કંપની છે, જે ગરીબોનું ગુજરાન ચલાવવા માટે નાણાકીય સહાય આપે છે.
સહાય મેળવવા માટે એકલાભાર્થી દીઠ ૧ હજાર રૂપિયા જમા કરાવ્યા બાદકંપની ૪૫ દિવસ બાદ ૮૫ હજાર ની સહાય આપશે..અને જો રૂપિયા ૨૨૫૦૦ જમા કરાવશો તો એકલાભાર્થીને ૨૩ લાખ રૂપિયા કંપની મારફતે ૪૫ દિવસમાંચેક દ્વારા અપાશે , તેમ કહીને દંપતિ આજ કંપનીનામાણસો હોવાનું જણાવીને તમામને વિશ્વાસમાં લીધા હતા..
રાવજીભાઈ તેમજ તેઓના સબંધીઓ અને મિત્રોએઅલગ-અલગ તારીખો દરમ્યાન ૧ હજાર, ૨ હજાર અને ૩ હજાર જેવી રકમ મળીને કુલ રૂ.૩.૨૫ લાખ બંટી બબલીને ચૂકવ્યા હતા. આપેલા પૈસાની રશીદ કે લખાણ માંગતા દંપતીએ આપ્યુ ન હતું. અને સૂર્ય ફાઉન્ડેશન તમારા પૈસા નહિ ચૂકવે તો અમે તમારા પૈસા ચૂકવી દઈશું તેમ કહ્યુ હતું,
તેમજ બંટી અને બબલીએકઠલાલના ગણેશપૂરા ગામના ગ્રામજનોએ પણઓનલાઇન પૈસા પાસે લીધા હતા.૪૫ દિવસબાદ નાણા માગતાં જણાવ્યુ કે, કંપનીનામાલિક કેનેડા ગયા છે, એક મહિના બાદ આવશે એટલે તમામના પૈસા ચૂકવી દેવાશે, જેના એક મહિનાબાદ પણ પૈસા ચૂકવ્યા ન હતા અને ખોટા વાયદાઓ કરીને છેતરપિંડી કરી હતી.
કાંકણપુર પોલીસ મથકેરાવજી બારીયાએ મહેસાણા જિલ્લાના દંપતિ્ સામેછેતરપીંડીની ફરીયાદ નોધાવી હતી. કાંકણુપર પોલીસેમહેસાણાના હિમાંશુને પકડી પાડયા હતા. જયારે તેની પત્ની ખુબ્બુને વોન્ટેડ જાહેર કરી હતી.