મહુધામાં ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સાદી કેદની સજા
(પ્રતિનિધિ) નડિયાદ, મહુધા માં રહેતા અને લક્ઝરી બસ ભાડેથી ફેરવી પોતાનું ગુજરાન ચલાવતા રહીશ પાસેથી હાલોલ ના બાસ્કા ગામના ઈસમે રૂપિયા ૧૦.૦૫ લાખ લીધા હતા તે પૈકી આપેલ ચેક રિટર્ન થતા મહુધા કોર્ટે આરોપીને એક વર્ષની સાદા કેદ ની સજા કરેલ છે
આ અંગે મળતી માહિતી મુજબ મહુધા ફીણાવ ભાગોળ, વિસ્તારમાં રહેતા મલેક મુન્નાફ મિયા . અને સુપર ટ્રાવેલ્સ ના નામે લકઝરી બસ ભાડે થી ફેરવી અને પોતાનુ ગુજરાન ચલાવે છે. તેમનો સંપર્ક હાલોલ તાલુકાના બાસ્કા રહેતા મકરાણી મહમદહુસેન સબ્બીર અહેમદ સાથે એક જ ધંધો હોય પાંચ વર્ષ થી ઓળખે છે.
મકરાણી મહંમદ હુસેન ને લકઝરી બસ વેચવા ની હોય અને મુનાફ મિયા ને ખરીદવાની હોય જેથી બંને જણા મહુધા મુકામે ભેગા થયાં હતા અને મહંમદ હુસેન તેમની માલીકી ની લેલન્ડ કંપની ની છન્ઁજીફ ૪/૪૮૬ લકઝરી બસ કે જેનુ મોડલ જુલાઈ-૨૦૧૨ જેનો આર.ટી. ઓ. નંબર- જી.જે. ૧૮ એ.વી. ૪૪૦૪ વાળી લકઝરી બસ મુનાફ એ ખરીદવાનુ નકકી કર્યું હતું
જેથી બંને જણા એ કીંમત નક્કી કરી તારીખ-૧૫/૦૧/૨૦૨૦ ના રોજ નોટરી પબ્લીક રૂબરૂ વાહન વેચાણ નો કરાર કર્યો હતોઅને દસ લાખ પાંચ હજાર પુરા માથી સાત લાખ પુરા રોકડા આપ્યા હતા અને કબજો દીધો હતો ગાડી લીધા બાદ મુનાફને ખબર પડી હતી કે મહંમદ હુસેન એ વાહન નો ટેક્ષ ના ભરતા મુનાફે રૂપિયા ત્રણ લાખ પાંચ હજાર પુરા રોકડ ભર્યા હતા
એટલું જ નહીં મહંમદ હુસેને ખોટા કાગડિયા ઉભા કરીને છેતરપિંડી કરી હોવાનો મુનાફ ભાઈને માલુમ પડ્યું હતું જેથી મુન્નાભાઈએ ભરેલા આપેલા સાત લાખ તથા ટેક્ષ ના ભરેલા ત્રણ લાખ પાંચ હજાર પુરા મળી કુલ રૂપિયા દશ લાખ પાંચ હજાર પુરા પરત માગેલા તો મહંમદ હુસેન એ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયા હાલોલ શાખા નો ચેક નંબર- ૦૯૦૩૫૦ નો રકમ રૂપિયા-૧૦,૦૫,૦૦૦/- અંકે રૂપિયા દશ લાખ પાંચ હજાર પુરા નો તારીખ- ર૪/૦૨/૨૦૨૧ ના રોજ આપ્યો હતો
જે ચેક બેંકમાં ભરતા ” ફંડ ઈનશફીશીયન્ટ ” ના શેરા સાથે તારીખ-૦૩/૦૩/૨૦૨૧ ના રોજ પરત ફરેલો. જેથી મુન્નાભાઈએ પોતાના વકીલ એ.બી કલ્યાણી મારફતે નોટિસ આપી હતી અને ત્યારબાદ મહુધા કોર્ટમાં ઘી નેગાશીયેબલ ઈન્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબનો શિક્ષાપાત્ર ગુન્હા ની ફરીયાદ કરી હતી.
ફરિયાદીના વકીલ એ.બી કલ્યાણી ની દલીલ માન્ય રાખીને મહુધા કોટે આરોપી મકરાણી મહંમદહુસેન શબ્બીરઅહેમદ ને ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ, ૧૮૮૧ ની કલમ ૧૩૮ હેઠળના ગુન્હાના હોમતમાં ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ ૨૫૫(૨) અન્વયે તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા કરવા નો હુકમ કરવામાં આવે છે.
તેમજ તકરારી ચેક ની રકમ વળતર તરીકે ચુકવી આપવા નો હુકમ કરવા માં આવે છે. જો આરોપી સદર રકમ ફરીયાદી ને ચુકવવા નિષ્ફળ જાય તો વધુ ત્રણ માસ ની સાદી કેદ ની સજા નો હુકમ કરવામાં આવે છે.