ન્યુઝીલેન્ડની નકલી ટિકિટ આપી એજન્ટે ૫ લાખ પડાવ્યા
સુરત ડિંડોલીના યુવકને ખેડાના ખિસ્તી બંધુએ છેતર્યાે
સુરત, પાંડેસરાની પ્રાઈવેટ કંપનીમાં ઓપરેટરની નોકરી કરતા યુવકે ન્યુઝીલેન્ડ જવાના ચક્કરમાં લેભાગુ એજન્ટની વાતમાં આવી ૪.૯૧ લાખની રકમ ગુમાવી છ. ડિંડોલી આવિષ્કાર રો-હાઉસમાં રહેતા ૩૦ વર્ષીય સંદીપ શરદ પાટીલે ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે ખેડાના એજન્ટ જોય ડાહ્યા ખિસ્તી અને તેના ભાઈ જયકર ડાહ્યા ખિસ્તી સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.
એજન્ટે શરૂઆતમાં ૫.૫૦ લાખ ટિકિટ માટે માંગ્યા પછી ૫ લાખમાં નક્કી કર્યું. કર્મચારીએ વિશ્વાસ કરી તેને ૫ લાખ આપ્યા એટલે એજન્ટે બોગસ ટિકિટ પધરાવી દીધી હતી.
કર્મચારી મુંબઈ એરપોર્ટથી ઓકલેન્ડ વાયા દોહા ૨૭મી ઓક્ટોબર-૨૨એ જવા નીકળ્યા અને એરપોર્ટ પર ટિકિટ બતાવતા ખોટી હોવાનું સામે આવ્યું હતું.
૨૧મીએ બીજી ટિકિટ અમદાવાદથી ન્યૂઝીલેન્ડની આપી પછી એજન્ટે તેને સુરત આવવાની વાત કરી સાથે જઈશું એવું કહ્યું હતું.
પછી ત્રીજી ટિકિટ પાછી અમદાવાદથી ન્યુઝીલેન્ડની આપી તેને અમદાવાદ મળવા બોલાવ્યો હતો. લેભાગુ એજન્ટના ખેડા જઈ સંદીપ પાટીલે રૂપિયાની માંગણી કરી તો બંને હાથ ઊંચા કરી દીધા હતા.