વાંકાનેરમાં પાર્થધ્વજ યુવક મંડળ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન
તા.રથી રામ પારાયણ યોજાશે, તા.૯મીએ સમૂહ લગ્ન
વાંકાનેર, અહીંના જીનપરા વિસ્તારમાં ગૌશાળા રોડ પરઆવેલા પાર્થધ્વજ હનુમાનજી અને પાર્થેશ્વર મહાદેવ મંદિરના યુવકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૯મા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન, સમૂહ યજ્ઞોપવિત અને તા.રથી ૮ મે દરમિયાન રામ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે.
રામ પારાયણમાં વ્યાસાસને રાજકોટ હરિકાંતબાપુ રહેશે. કથા સવારે ૯ઃ૩૦થી ૧રઃ૩૦ અને બપોર બાદ ૩ઃ૩૦થી ૬ઃ૩૦ યોજાશે. કથા દરમિયાન દરરોજ બપોરે ભાવિકો માટે મહાપ્રસાદ પણ યોજાશે. કથામાં વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાશે. રામ પારાયણના પ્રારંભે તા.રના રોજ સવારે ૯ વાગ્યે જકાતનાકા પાસે આવેલા ચિત્રકૂટ બાલાજી મંદિરથી પોથિયાત્રા નીકળશે.
જે પાર્થધ્વજ હનુમાનજી મંદિરમાં તૈયાર કરાયેલા અયોધ્યા ધામ પહોંચશે. સાધુ, સંતો, સેવકો પોથીયાત્રામાં જોડાશે. કથાની પૂર્ણાહૂતિ બાદ તા.૮મીએ શાંતિ હવન યોજાશે. તા.૯મીએ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન અને યજ્ઞપવિતનું આયોજન છે. જેમાં ૧૧ યુગલ લગ્નગ્રંથિથી જોડાશે.
તા.૯મીએ સવારે ૭ઃ૦૦ વાગે એકસાથે ૧૧ જાનના સામૈયા કરાશે. મહંત છબીલદાસબાપુ, મહંત અશ્વિનબાપુ રાવલ, મહંત વિશાલભાઈ પટેલ, માધુરીબેન ગોસ્વામી, ડૉ.દિલીપભાઈ વ્યાસ, હેતલબા વગેરે આશીર્વચન પાઠવશે. સમૂહ લગ્નમાં જમણવારના દાતા વસંતબા પ્રવિણસિંહ ઝાલા હસ્તે જ્યુભા ઝાલા છે.
કાર્યક્રમને સફળ બનાવવા યુવક મંડળન ટપુભા એમ.જેઠવા, પ્રફેલ્લગીરી ગોસ્વામી, વીરેન્દ્રપુરી ગોસ્વામી, ધનુભા ઝાલા, સુરેશગીરી ગોસ્વામી, જગદીશભાઈ મોરાણીયા કાર્યરત છે.