Western Times News

Gujarati News

જાસૂસીના આરોપસર ઓસ્ટ્રેલિયામાંથી બે ભારતીયોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા

નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયાએ ૨૦૨૦માં બે ભારતીય જાસૂસોને દેશમાંથી હાંકી કાઢ્યા હતા. તેના પર દેશની સુરક્ષા સાથે જોડાયેલી ગુપ્ત માહિતીની ચોરી કરવાનો આરોપ હતો.

આરોપ હતો કે તેઓ ઓસ્ટ્રેલિયાના ગુપ્તચર સંરક્ષણ પ્રોજેક્ટ્‌સ અને એરપોર્ટ સુરક્ષા સંબંધિત માહિતી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.ધ ઓસ્ટ્રેલિયન અને ધ સિડની મો‹નગ હેરાલ્ડના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કેસમાં બે ભારતીયોને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

પરંતુ ભારતે આ અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. એબીસીના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય જાસૂસોને દેશના સંરક્ષણ પ્રોજેક્ટ્‌સ અને એરપોર્ટ સુરક્ષા સાથે સંબંધિત ગુપ્તચર દસ્તાવેજોની ચોરી કરતા પકડાયા બાદ ઓસ્ટ્રેલિયામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

આ જાસૂસો ઓસ્ટ્રેલિયાના વેપાર સંબંધો સાથે જોડાયેલી ગુપ્ત માહિતી પણ ચોરી રહ્યા હતા.તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા સિક્યોરિટી ઈન્ટેલિજન્સ ઓર્ગેનાઈઝેશન એ ૨૦૨૦માં કહેવાતા વિદેશી જાસૂસોના એક જૂથનો પર્દાફાશ કર્યો હતો.

આ જાસૂસો ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયો પર પણ ઝીણવટભરી નજર રાખતા હતા અને દેશના વર્તમાન અને ભૂતપૂર્વ નેતાઓ સાથે સંબંધો બાંધવામાં વ્યસ્ત હતા. આ દાવાઓ ઓસ્ટ્રેલિયન અખબારોમાં વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ પછી કરવામાં આવી રહ્યા છે,

જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય ગુપ્તચર એજન્સી રોનો એક અધિકારી ગયા વર્ષે અમેરિકન ધરતી પર શીખ ઉગ્રવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં સામેલ હતો. આ અંગે ભારતે મંગળવારે કહ્યું હતું કે વોશિંગ્ટન પોસ્ટે આટલા ગંભીર મામલામાં બિનપુરવાર આરોપ લગાવ્યા છે.

વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રોના બે અધિકારીઓને પણ ૨૦૨૦માં ઓસ્ટ્રેલિયામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. એબીસીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એસિયોના ડાયરેક્ટર જનરલ માઈક બર્ગેસે ૨૦૨૧માં પહેલીવાર કબૂલ્યું હતું કે જાસૂસી જૂથનો પર્દાફાશ થયો છે પરંતુ તે સમયે તેમણે આ પ્રવૃત્તિ પાછળ કયો દેશનો હાથ છે તે જણાવ્યું ન હતું.

બર્ગેસે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે જાસૂસોએ દેશના નેતાઓ, વિદેશી દૂતાવાસ અને રાજ્ય પોલીસ સેવા સાથે પસંદગીપૂર્વક નજીકના સંબંધો વિકસાવ્યા હતા. તેણે ઓસ્ટ્રેલિયામાં રહેતા વિદેશી નાગરિકો પર નજર રાખી હતી. તેણે ઓસ્ટ્રેલિયાના વેપાર સંબંધો વિશે ગુપ્ત માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.