અમદાવાદ કલેકટર કચેરી ખાતે ‘મતદાન જાગૃતિ’ સંદર્ભે સિગ્નેચર કેમ્પેઈન યોજાયું
અમદાવાદ શહેર અને જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે દિશામાં જિલ્લા ચૂંટણી તંત્ર સતત પ્રયાસરત
અમદાવાદ શહેર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે દિશામાં જિલ્લા ચૂંટણી તંત્ર સતત પ્રયાસરત છે.
અમદાવાદ, કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના હસ્તે ‘મતદાન જાગૃતિ’ અન્વયે સિગ્નેચર કેમ્પેઈન યોજાયું હતું. કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ સિગ્નેચર પોસ્ટરમાં સિગ્નેચર કરી અચૂક મતદાનનો સંદેશો આપ્યો હતો. A signature campaign on ‘Voting Awareness’ was held by District Election Officer and Collector Ms. Praveena DK at the Collector’s office, Ahmedabad. Collector Ms. Praveena DK signed the signature poster and gave the message of correct voting.
આ પ્રસંગે અધિક નિવાસી કલેકટર શ્રી સુધીર પટેલ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠકકર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી નેહાબહેન ગુપ્તા તથા સ્વીપના નોડલ ઓફિસર તથા ઉપસ્થિત વિદ્યાર્થીઓએ સિગ્નેચર કેમ્પેઇનમાં હસ્તાક્ષર કરીને આ ઝૂંબેશને વેગ આપ્યો હતો. સમગ્ર કલેકટર કચેરીના અધિકારી-કર્મચારીગણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને સહભાગી થયા હતા.