‘સ્પિરિટ’માં પ્રભાસ-કિયારાને સપોર્ટ કરશે નયનતારા
મુંબઈ, પ્રભાસની કરિયરને ‘સાલાર’ની સફળતાએ ટકાવી દીધી છે. પ્રભાસની બિગ બજેટ ફિલ્મોમાં સૌથી પહેલા રૂ.૬૦૦ કરોડની ‘કલ્કિ ૨૮૯૮ એડી’ રિલીઝ થવાની છે. ત્યારબાદ સંદીપ રેડ્ડી વાંગાની ‘ધ રાજા સાબ’નું શૂટિંગ ચાલી રહ્યું છે.
પ્રભાસની અન્ય ફિલ્મ ‘સ્પિરિટ’ રૂ.૩૦૦ કરોડમાં બનવાની છે. આ ફિલ્મમાં કિયારા અડવાણીની સાથે પ્રભાસની ઓન-સ્ક્રિન જોડી જોવા મળશે. આ જોડીને સપોર્ટ કરવા માટે સાઉથની લેડી સુપરસ્ટાર નયનતારાનો સમાવેશ થાય તેવી શક્યતા છે. ‘આદિપુરુષ’ના ધબડકા પછી પ્રભાસે ‘સાલાર’થી કમબેક કર્યું છે. ‘સાલાર’ના પગલે પ્રભાસની ડીમાન્ડ વધી છે ત્યારે ‘સાલાર ૨’ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
આ ફિલ્મમાં પ્રભાસની સાથે કિયારા અડવાણીને લીડ રોલ અપાય તેવી શક્યતા હતી. જો કે કિયારા અડવાણીને પ્રભાસ સાથેની આ ફિલ્મમાં લીડ રોલ અપાયો હોવાની અટકળો સામે અનિશ્ચિતતા ફેલાઈ છે. બીજી બાજુ પ્રભાસ સાથે ‘સ્પિરિટ’માં કિયારા ફાઈનલ છે.
‘કલ્કિ ૨૮૯૮ એડી’ની રિલીઝ માટે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પ્રભાસ હાલ ‘ધ રાજા સાબ’ના શૂટિંગમાં બિઝી છે. આ ફિલ્મ પછી ‘સ્પિરિટ’ને ફ્લોર પર લઈ જવામાં આવશે. ‘સ્પિરિટ’માં લીડ એક્ટ્રેસ અંગે કોઈ જાહેરાત થઈ ન હતી. ફિલ્મના એનાઉન્સમેન્ટ પોસ્ટરમાં પણ એકલો પ્રભાસ જ હતો. હવે આ ફિલ્મમાં પ્રભાસની સાથે બે જાણીતી એક્ટ્રેસને રોલ અપાયા હોવાનું કહેવાય છે.
સંદીપ રેડ્ડી વાંગાએ રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ ડાયરેક્ટ કરી હતી. અગાઉ તેઓ સીક્વલ ‘એનિમલ પાર્ક’નું શૂટિંગ શરૂ કરવાના હતા, પરંતુ રણબીર કપૂર હાલ ‘રામાયણ’માં રોકાયેલો છે. આ સ્થિતિમાં સંદીપે પ્રભાસ સાથે ‘સ્પિરિટ’ને આગળ વધારી છે.
તેઓ ‘સ્પિરિટ’ની કાસ્ટને ફાઈનલ કરી રહ્યા છે, પરંતુ સ્ક્રિપ્ટનું કામ બાકી છે. ફિલ્મની ૬૦ ટકા સ્ક્રિપ્ટ પૂરી થઈ છે અને ‘એનિમલ’ પછી સંદીપ રેડ્ડી વાંગા પાસેથી ઓડિયન્સની અપેક્ષા વધી છે. તેથી તેઓ ‘સ્પિરિટ’માં કોઈ ઉતાવળ કરવા માગતા નથી.
આ ફિલ્મને તેઓ ડિસેમ્બર મહિનામાં ફ્લોર પર લઈ જવા માગે છે. તે પહેલા તેમણે ફિલ્મમાં પ્રભાસની સાથે બે એક્ટ્રેસને ફાઈનલ કરી છે. જેમાંથી કિયારા અંગે સૂત્રોએ સમર્થન આપ્યું છે, જ્યારે નયનતારાના સમાવેશ અંગે ટૂંક સમયમાં એનાઉન્સમેન્ટ થઈ શકે છે.SS1MS