Western Times News

Gujarati News

રણવીર સિંઘ રાક્ષસ અવતાર ધારણ કરશે

મુંબઈ, એક તરફ રનબીર કપૂરના રામાયણ ફિલમમાં રામના લૂક અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે, ત્યારે રણવીર સિંઘ હવે પ્રશાંત વર્માની એક માઇથોલોજી ફિલ્મમાં રાક્ષસની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ અંગે છેલ્લા ઘણા સમયથી નવી નવી અપડેટ આવ્યા કરે છે.

હવે આ ફિલ્મનું નામ પણ બહાર આવી ગયું છે. તાજેતરમાં જ જાણીતી થયેલી ફિલ્મ હનુમાનના ડિરેક્ટર પ્રશાંત વર્મા પોતાની પહેલી હિન્દી ફિલ્મ ડિરેક્ટ કરવા જઈ રહ્યા છે.

આ ફિલ્મ એક મેગા બજેટ પીરિયડ હોવાની ચર્ચા છે. આ ફિલ્મ માટે ઘણા સ્ટુડિઓ સાથે પણ વાત ચાલી રહી છે અને તેના ફાયનાન્શિયલ સ્ટ્રક્ચર પર પણ કામ શરૂ થઈ ચૂક્યું છે. પ્રશાંત શર્મા અને રણવીર સિંઘને હવે એક પ્રોડક્શન પાર્ટનર પણ મળી ગયો છે.

બસ હવે ફિલ્મ ઓન ફ્લોર જાય તેની તૈયારીઓ છે. મજાની વાત એ છે કે હાલ આ ફિલ્મનું નામ રાક્ષસ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, હજુ આ અંગે કોઈ અધિકૃત માહિતી આપવામાં આવી નથી, પરંતુ બહુ જલ્દી તે અંગે જાહેરાત થશે તેવી અપેક્ષાઓ છે.

કેટલાક સૂત્રોના જણવ્યા અનુસાર પ્રશાંત વર્માની આ ફિલ્મ સિનેમનેટિક યુનિવર્સનો એક ભાગ છે. ડિરેક્ટર પ્રશાંત વર્મા ફાઇનલમાં એક સાથે લાવતા પહેલાં ઘણા પાત્રોને એક પછી એક રજૂ કરશે. રણવીર સિંઘ પણ ડિરેક્ટરના લોંગ ટર્મ વિઝન અને પ્લાન સાથે કામ કરવા માટે એક્સાઇટેડ છે. એવું જાણવા મળ્યું છે કે રાક્ષસની સ્ક્રિપ્ટ અને સ્ક્રીનપ્લે સહીતની પ્રી વિઝ્યુલાઇઝેશન પ્રોસેસ પુરી થઈ ગઈ છે.

હવે તેનાં શૂટીંગની ટાઇમલાઇન પર કામ થઈ રહ્યું છે. છેલ્લાં કેટલાંક દિવસોમાં રણવીર સિંઘ અને પ્રશાંત વર્મા ટીમને ઘણી વખત મળી ચૂક્યા છે અને હનુમાન જયંતિના દિવસે હૈદ્રાબાદમાં ફિલ્મ માટે પૂજા પણ કરવામાં આવી હતી.

જો ફિલ્મની કથાની વાત કરીએ તો રાક્ષસ આઝાદીના પહેલાંનાં માઇથોલોજિકલ બેકગ્રાઉન્ડ પર આધારીક પીરિયડ ફિલ્મ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં રણવીર સિંઘના પાત્ર પાસે નેગેટિવ પાવર્સ હશે.

રણવીર રાક્ષસ સિવાય ઊરીના ડિરેક્ટર આદિત્ય ધર સાથે પણ એક ફિલ્મ કરશે. જોકે, તે ફિલ્મ અંગે હાલ કોઈ ખાસ જાણકારી નથી. આ ઉપરાંત રણવીર હાલ ડોન ફિલ્મ માટે પણ કામ કરી રહ્યો છે. આમ તેની પાસે ઘણી સારી ફિલ્મો પાઇપલાઇનમાં છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.