રેસ્ટોરન્ટના કિચનમાં ગ્રાહકે તપાસ કરતા મળ્યો સડેલા બટાકા અને વાસી બ્રેડનો જથ્થો
પિઝામાંથી પ્લાસ્ટિક નીકળતાં રેસ્ટોરન્ટમાં ગ્રાહક- કર્મચારી વચ્ચે બોલાચાલી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદનાં ચાંદખેડા વિસ્તારમાં આવેલ ધ ઓશન પિઝા રેસ્ટોરન્ટમાં એક પરિવાર પિઝા ખાવા માટે ગયો હતો. તે દરમ્યાન પરિવાર દ્વારા પિઝાનો ઓર્ડર આપ્યો હતો. Chandkheda Area of Ahmedabad Gujarat Ocean Pizza
જે બાદ ઓર્ડર કરેલ પિઝામાંથી પ્લાસ્ટિક નીકળ્યું હતું. જે બાદ આ બાબતે પરિવારજનો દ્વારા રેસ્ટોરન્ટનાં મલિકને ફરિયાદ કરતા માલિક દ્વારા ગ્રાહક સાથે તોછડું વર્તન કર્યું હતું.
જે બાદ ગ્રાહક દ્વારા કિચનમાં તપાસ કરતા સડેલા બટાકા અને વાસી બ્રેડનો જથ્થો દેખાયો હતો. જે બાદ પરિવારનાં સભ્યોએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
Video Surfaces Alleging Plastic Found in Pizza in Ahmedabad:
A video circulating online purportedly shows plastic being discovered in a pizza from a restaurant in Chandkheda, Ahmedabad. Allegations also suggest the use of spoiled potatoes. #ahmedabad #ahmedabadnews #news pic.twitter.com/YLuwdlWp5V
— Our Ahmedabad (@Ourahmedabad1) May 1, 2024
આ બાબતે કિરણ ચૌહાણે જણાવ્યું હતું કે, પિઝામાંથી પ્લાસ્ટિક નીકળ્યા બાદ તેમના આઉટલેટ કિચનમાં તપાસ કરતા ગંદકી જોવા મળી હતી. જે બાબતે અમે રેસ્ટોરન્ટમાં રજૂઆત કરતા એક વ્યક્તિ અમારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું.
તેમજ જે થાય તે કરી લેવાનું કહી બોલાચાલી કરી હતી. જે બાદ ૧૦૦ નંબર ડાયલ કરી પોલીસને આ સમગ્ર બાબતે જાણ કરવા છતાં પોલીસ આવી ન હતી. તેમજ રિપોર્ટ લખવો પડેનું રટણ ચાલુ રાખ્યું હતું. શહેરમાં વિવિધ વિસ્તારોમાં પિઝા રેસ્ટોરન્ટ આવેલા છે.
તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા પિઝા આઉટલેટમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં ન આવતા પિઝા રેસ્ટોરન્ટનાં સંચાલકો તેમજ અન્ય રેસ્ટોરન્ટનાં માલિકો દ્વારા રસોડામાં કોઈ પણ જાતની યોગ્ય સાફ સફાઈ રાખવામાં આવતી નથી. તેમજ નાગરિકોનાં આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.