બાઈક પર જઈ રહેલા યુવકનું હાર્ટ એટેક આવતા મોત થયું
(એજન્સી)નવસારી, રાજ્યમાં અવારનવાર હાર્ટ એટેક ના કારણે લોકોના મોતના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે ફરી એકવાર ગુજરાતમાં હૃદય રોગના હુમલાને કારણે ત્રણ યુવાનોના મોત નીપજ્યા છે જેમાં રાજકોટમાં સગીરને હાર્ટ એટેક આવ્યો છે તો નવસારીમાં બાઈક ચલાવી રહેલ બાઈક ચાલકને હાર્ટ એટેક આવતા યુવકનું મોત થયું હતું.
રાજ્યમાં આજે હાર્ટ એટેકથી ત્રણ યુવાઓના મોત થયા છે. રાજકોટમાં બે યુવકોના મોત થયા છે તો નવસારીમાં એક યુવકે હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો છે.
રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં બે યુવકોનો હાર્ટ એટેકથી મોત થયા છે જેમાં એક સગીર યુવક હતો.
હર્ષિલ ગોરી નામના ૧૭ વર્ષીય સગીરનું મોત હાર્ટ એટેકથી મોત થયું છે. જ્યારે હનુમાન મઢી ચોક વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય મુકેશભાઈ ફોરિયાતરનુ મોત પણ હૃદયરોગના હુમલાથી થયું છે. તો બીજી બાજુ નવસારીમાં પણ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. બાઇક ઉપર પસાર થતો હતો ત્યારે એટેક આવતા ઘટના બની હતી.
નવસારી શહેરમાં એચડીએફસી બેન્કમાં ફિલ્ડ વર્ક કરતો ૩૪ વર્ષીય યુવાન નરેન્દ્ર કુમાર દિનેશભાઈ ઋષિનું હૃદય રોગના હુમલાથી મોત થયું છે. હ્રદયરોગનો હુમલો આવતા રોડ પર ઢળી પડતાં સ્થાનિકો દ્વારા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરોએ મૃત ઘોષિત કર્યો હતો. જે મામલે ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તેમજ યુવાનના મૃતદેહ માંથી જરૂરી વિશેરા સેમ્પલ લઈને મોતના સચોટ કારણને લઈને તપાસ હાથ ધરી છે. નવસારી જિલ્લામાં યુવાનોને હૃદય રોગનાં હુમલાની ૪ મહિનામાં ૬ કરુણ ઘટના બની છે.