તમામ ખાનગી સંપત્તિને સામુદાયિક ગણી સરકાર કબજો લેશે, તો ભવિષ્ય માટે કંઈ રહેશે નહીં:SC
પેચીદા મામલે બંધારણીય ખંડપીઠે ચુકાદો અનામત રાખ્યો
કોર્ટે ૧૯૮૦ના મિનરવા મિલ્સ કેસમાં બંધારણાના ૪૨મા સુધારાની બે જોગવાઈને ગેરબંધારણીય જાહેર કરી હતી
નવી દિલ્હી,સાર્વજનિક ભલાઈ માટે સરકાર ખાનગી સંપત્તિનો કબજો લઈ શકે કે નહીં તેવા જટિલ મામલાની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે બંધારણની કલમ ૩૯(બી) હેઠળ તમામ ખાનગી મિલકતોને સમાજના ભૌતિક સંસાધનો ગણવામાં આવે અને તે પછી સરકાર સાર્વજનિક ભલાઇના હેતુ માટે તેનો કબજો લઈ શકે તો ભવિષ્યની પેઢી માટે કંઈ જ બાકી રહેશે નહીં. આવી ન્યાયિક ઘોષણાથી એવી પરિસ્થિતિ સર્જાશે કે જ્યાં કોઈ ખાનગી રોકાણકાર રોકાણ કરવા આગળ નહીં આવે.
અહીં ઉલ્લેખનીય છે કે સંપત્તિની પુનઃવહેંચણીની ઉગ્ર રાજકીય ચર્ચા વચ્ચે સુપ્રીમમાં કલમ ૩૯ (હ્વ)ની ચકાસણી થઈ છે. મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળના નવ ન્યાયાધીશોના બંધારણે ખંડપીઠે આ પેચીદા મામલા અંગે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટમાં આ મામલે ૧૬ અરજીઓ થઈ છે, જેમાં મુંબઈ સ્થિત પ્રોપર્ટી ઓનર્સ એસોસિએશનએ દાખલ કરેલી અરજી મુખ્ય છે. મિનરવા મિલ્સના ચુકાદાને પગલે સર્વોચ્ચ અદાલત બંધારણની કલમ ૩૧ઝ્રની કાનૂની યોગ્યતાની પણ ચકાસણી કરી રહી છે.
કોર્ટે ૧૯૮૦ના મિનરવા મિલ્સ કેસમાં બંધારણાના ૪૨મા સુધારાની બે જોગવાઈને ગેરબંધારણીય જાહેર કરી હતી. આ સુધારામાં વ્યક્તિઓના મૂળભૂત અધિકારો કરતાં રાજ્યની નીતિના ડાયરેક્ટિવ સિદ્ધાંતને સર્વોચ્ચ ગણવામાં આવ્યાં હતાં. કલમ ૩૧ઝ્ર રાજ્યને સાર્વજનિક ભલાઈ માટે ખાનગી સંપત્તિ સહિતના સમાજના ભૌતિક સંશાધનોનો કબજો લેવાની સત્તા આપે છે. વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણને જણાવ્યું હતું કે કોર્ટ સમક્ષનું મુદ્દો માત્ર એટલો છે કે ખાનગી મિલકતોને સમુદાયના ભૌતિક સંસાધનો ગણી શકાય કે નહીં અને કોર્ટે સંસાધનોના દાયરામાં જવાની જરૂર નથી. સમુદાયના ભૌતિક સંસાધનોમાં ખાનગી મિલકતોનો પણ સમાવેશ થાય છે તે અંગે ખંડપીઠ નિર્ણય કરે તો તે શ્રેષ્ઠ જવાબ હશે.ss૧