મનોજ બાજપેયી વેકેશન દરમિયાન ખેતી કામ કરતા હતા
આત્મહત્યાનો પ્રયાસ કરી ચૂક્યા છે અભિનેતા
બોલિવુડનો સુપર સ્ટાર અભિનેતા મનોજ બાજપેયી આજે ઈન્ડસ્ટ્રીમાં રાજ કરી રહ્યો છે
મુંબઈ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમના માટે સ્ટારડમ બિલકુલ સરળ નથી. સારા દેખાવ અને ડેશિંગ બોડી ન હોવાના કારણે આ સ્ટાર્સને રિજેક્શન મળવું સામાન્ય વાત છે. ઘણી વખત આ સ્ટાર્સ કંટાળી જાય છે અને આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કરે છે. આજે અમે તમને ઈન્ડસ્ટ્રીના એવા જ એક સ્ટારનો પરિચય કરાવીશું, જેણે હિંમત હાર્યા નહીં અને પૂરી મહેનત સાથે આગળ વધ્યા. આ હિંમત અને જુસ્સાના કારણે આજે તે પોતાના ચાહકોમાં ‘ફેમિલી મેન’ તરીકે લોકપ્રિય બની ગયો છે.
અમે વાત કરી રહ્યા છીએ મનોજ બાજપેયીની ,મનોજ બાજપેયીનો જન્મ ૨૩ એપ્રિલના ૧૯૬૯ના રોજ બિહારના ચંપારણના બેલવા ગામમાં થયો હતો. તેના પિતા ખેડુત હતા. અભિનેતાનું સપનું બાળપણથી બોલિવુડમાં સુપર સ્ટાર બનવાનું હતુ. તેના માતા પિતાએ તેમનું નામ બોલિવુડના સુપરસ્ટાર મનોજ કુમારના નામ પરથી રાખ્યું હતુ. બાજપેયીનો જન્મ ૨૩ એપ્રિલ ૧૯૬૯ના રોજ બિહારના ચંપારણ નજીક આવેલા એક નાનકડા ગામમાં હિંદુ પરિવારમાં થયો હતો.
તે પાંચ ભાઈ-બહેનોમાં તેઓ બીજા સંતાન છે, અને તેનું નામ અભિનેતા મનોજ કુમારના નામ પરથી રાખવામાં આવ્યું હતું.તેમની એક નાની બહેન પૂનમ દુબે ફિલ્મ ઉદ્યોગમાં ફેશન ડિઝાઇનર છે. તેના પિતા ખેડૂત હતા અને માતા ગૃહિણી હતી. એક ખેડૂતના પુત્ર તરીકે, બાજપેયી તેમના વેકેશન દરમિયાન ખેતી કરતા હતા. બાળપણથી જ તે અભિનેતા બનવા માંગતો હતો. મનોજે ૧૨મા સુધીનો અભ્યાસ બિહારમાંથી જ કર્યો હતો અને એક્ટર બનવાનું સપનું પૂરું કરવા માટે તે ૧૭ વર્ષની ઉંમરે દિલ્હી આવ્યો હતો. અહીં તેણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ત્રણ વખત એડમિશન લેવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્રણેય વખત નિષ્ફળ ગયો. આ પછી તે એટલા હતાશ થઈ ગયા કે તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો, જો કે, તેના મિત્રોએ તેને તેના ખરાબ તબક્કામાંથી બહાર કાઢ્યો. આજે બોલિવુડ સ્ટાર છે.ss1