Western Times News

Gujarati News

આ તારીખે અયોધ્યા રામ મંદિરમાં પહેલીવાર સીતાનો જન્મ મહોત્સવ ઉજવાશે

અયોધ્યા, અયોધ્યામાં માતા જાનકીની જન્મજયંતિની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રામ મંદિરમાં ઉજવણી કરવામાં આવશે. હિંદુ કેલેન્ડર અનુસાર માતા જાનકીની જન્મજયંતિ દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષમાં ઉજવવામાં આવે છે.

આ વર્ષે ઉદયા તિથિને લઈને પણ મતભેદો ઉભરી રહ્યા છે. ધાર્મિક નગરી અયોધ્યાના છોટી દેવકાલી મંદિરમાં ૧૬ મેના રોજ જાનકી નવમીનો તહેવાર ઉજવવામાં આવશે.

જ્યારે વૈષ્ણવ પરંપરાના મંદિરોમાં ૧૭મીએ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. આટલું જ નહીં સૌપ્રથમવાર માતા જાનકીની જન્મજયંતિની પણ ભવ્ય મંદિરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. માતા જાનકીની જન્મજયંતિને લઈને બે દિવસ સુધી અયોધ્યામાં આખું શહેર ગુંજી ઉઠશે.

રામ નવમી બાદ મંદિરો અને મૂર્તિઓની નગરી અયોધ્યામાં ફરી એકવાર જાનકી જન્મોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રંગ મહેલ, દશરથ મહેલ સહિત છોટી દેવકાલી મંદિરમાં માતા સીતાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.