05 મે, 2024 ના સાંજના 6.00 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ
05 મે, 2024 ના સાંજના 6.00 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ
સંભવિત Heat Wave ની સ્થિતીને પહોંચી વળવા ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી આવશ્યક પગલાં લેવાયા
· જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પ્રચારક વગેરે જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્ર તથા પોલીસ વહીવટી તંત્ર દ્વારા ખાતરી કરાશે.
· મતદાન કેન્દ્ર ખાતે પીવાનું પાણી, ખુરશીઓ, છાંયડો રહે તે માટે શેડની વ્યવસ્થા તથા શિશુ સંભાળ કેન્દ્ર સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે.
· ઓસ્ટ્રેલિયા, ફિજી, કિર્ગીઝ રિપબ્લિક, મડાગાસ્કર, રશિયાના ડેલિગેશન 05 મે થી 08 મે દરમિયાન ગુજરાત રાજ્યની મુલાકાતે આવશે અને ચૂંટણી પ્રક્રિયાથી પરિચિત થશે.
· ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ તથા 1,203 સ્ટેટીક સર્વેલન્સ ટીમ્સ દ્વારા કુલ રૂ. 928.65 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી.