Western Times News

Gujarati News

રામ જન્મભૂમિ સુગ્રીવ કિલ્લા રામ પથથી શરૂ થયો PM મોદીનો 2 કિલોમીટર લાંબો રોડ શો

અયોધ્યામાં મોદીએ રામલલાના કર્યાં દર્શન રોડ શોમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટ્યા

અયોધ્યા, લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા પહોંચી ગયા હતા. અહીં વડાપ્રધાન મોદીનો બે કિલોમીટર લાંબો રોડ શો યોજ્યો હતો. આ રોડ શો રામ જન્મભૂમિ સુગ્રીવ કિલ્લા રામ પથથી શરૂ થયો હતો. PM @narendramodi offering ‘Dandavat Pranam’ after offering prayers at #AyodhyaRamMandir

વડાપ્રધાન મોદી સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યાં હતા. મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો રોડ-શોમાં જોડાયાં હતા.

લોકસભા ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત વડાપ્રધાન અયોધ્યા પહોંચીને ભગવાન શ્રી રામલલાના દર્શન કરી આર્શિવાદ મેળવ્યા હતા. જાન્યુઆરીમાં રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન રામ લાલાની પ્રાણપ્રતિષ્ઠા સમારોહ બાદ વડાપ્રધાન આજે પહેલીવાર અયોધ્યાની મુલાકાતે ગચા હતા.

આ પહેલા આજે તેમણે ઉત્તર પ્રદેશના ઈટાવામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘મોદી રહે કે ન રહે, દેશ હંમેશા રહેશે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી શું કરી રહી છે? તેઓ તેમના ભવિષ્ય અને તેમના બાળકોના ભવિષ્ય માટે ચૂંટણી લડી રહ્યા છે.’

વડાપ્રધાન મોદી ફૈઝાબાદ લોકસભા બેઠક પરના ભાજપ ઉમેદવાર લલ્લુ સિંહના સમર્થનમાં રોડ શો કરશે. અયોધ્યામાં પાંચમા તબક્કામાં ૨૦ મેએ મતદાન થશે, જેમાં મોહનલાલગંજ, લખનૌ, રાયબરેલી, અમેઠી, જાલૌન, ઝાંસી, હમીરપુર, બાંદા, ફતેહપુર, કૌશામ્બી, બારાબંકી, કૈસરગંજ અને ગોંડામાં પણ મતદાન થશે. બસપાએ ફૈઝાબાદ બેઠક પરથી બ્રાહ્મણ ચહેરાને ટિકિટ આપી છે.

માયાવતીએ ભાજપના જિલ્લા અધ્યક્ષ રહેલા અને બહુજન સમાજવાદી પાર્ટીમાં સામેલ થયેલા સચ્ચિદાનંદ પાંડેને અયોધ્યાથી ટિકિટ આપી છે, જ્યારે ભાજપે અવધેશ પ્રસાદને અને સમાજવા પાર્ટી-કોંગ્રેસ ગઠબંધને અવધેશ પ્રસાદને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.