વીજળીના કડાકા ભડાકા સાથે સાત દિવસ સુધી થશે વરસાદ
હીટવેવથી મળશે રાહત, હવામાન વિભાગની આગાહી
(એજન્સી)નવી દિલ્હી, ઉત્તર ભારત સહિત દેશભરમાં ચાલી રહેલી હીટવેવ વચ્ચે ખુશખબરી આવી છે. હવામાન વિભાગે આવનારા દિવસોમાં ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેનાથી ગરમીમાં રાહત મળશે. હવામાન વિભાગે જણાવ્યું કે પૂર્વી ભારતમાં આજના દિવસ સુધી હીટવેટ જોવા મળશે પછી તેમાં ઘટાડો થશે. તો નોર્થઈસ્ટ રાજ્યોમાં સાત મે સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.
છેલ્લા ૨૪ કલાકના હવામાન વિશે વાત કરીએ તો, ગંગાના પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, સબ હિમાલયન પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ, રાયલસીમા, તેલંગાણા, આંતરિક કર્ણાટક વગેરે જેવા વિસ્તારોમાં ગરમીની લહેર સ્થિતિ નોંધવામાં આવી હતી. રાયલસીમાના નંદ્યાલ વિસ્તારમાં સૌથી વધુ તાપમાન ૪૬ ડિગ્રી સેલ્સિયસ હતું.
હવામાન વિભાગ અનુસાર અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાનો છે. આ સિવાય આંધી તોફાન અને વીજળીના કડાકા ભડાકાની આશંકા છે. અરૂણાચલ પ્રદેશમાં પાંચ અને છ મે, અસમ, મેઘાલયમાં સાત મે, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરામાં પાંચથી સાત મે ભારે વરસાદની સંભાવના છે.
દક્ષિણના રાજ્યોની વાત કરીએ તો તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરલ, માહે, તટીય આંધ્ર પ્રદેશ, યમન, રાયલસીમા, તેલંગણામાં આગામી પાંચ દિવસ વરસાદ થઈ શકે છે.
ઉત્તર ભારતની વાત કરીએ તો એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નવ મેએ આવી રહ્યું છે, જેના કારણે ઘણા રાજ્યોમાં હવામાન બદલાશે. જમ્મુ-કાશ્મીર લદ્દાખમાં ૫ અને ૬ મે, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ૫થી ૮ મે હળવો વરસાગ થશે. તો હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને પૂર્વી રાજસ્થાનમાં ૯-૧૧ મે સુધી હળવો વરસાદ થશે. તો ઉત્તર પ્રદેશમાં ૭થી ૧૧ મે સુધી પાંચ દિવસ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી ભારે પવન ફુંકાવાની સંભાવના છે.