ચૂંટણી પછી સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થાય તેવી સંભાવના?
સરકાર જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે અગાઉ જાન્યુઆરીમાં ડીએમાં ૪ ટકાનો વધારો થયો હતો
(એજન્સી)નવી દિલ્હી, શું તમે એક સરકારી કર્મચારી છો? જો તમે એક સરકારી કર્મચારી હોવ તો આ સમાચાર તમારા માટે ખુબ જ મહત્ત્વના બની જશે. સરકારી કર્મચારીઓ માટે તો આ સમય એક ગોલ્ડન પીરીયડ જેવો છે. કારણકે, સરકારી કર્મચારીઓના પગાર વધારાની થઈ ચુકી છે જાહેરાત. ચૂંટણી પછી સરકારી કર્મચારીઓને મળશે.
લોકસભાની ચૂંટણી પછી સરકારી કર્મચારીઓને ગર્વન્મેન્ટ તરફથી ‘મોટી ગિફ્ટ’ મળશે. સંકેત એવા પણ મળી રહ્યાં છેકે, લોકસભાની ચૂંટણી બાદ સરકારી કર્મચારીઓના પગારમાં હજારો રૂપિયાનો વધારો થઈ શકે છે. બંને હાથમાં હશે લાડુ, હજારો રૂપિયા વધશે સેલેરી.
આ વર્ષ સરકારી કર્મચારીઓ માટે ખુશીઓથી ભરેલું છે. વર્ષની શરૂઆતથી જ સરકારી કર્મચારીઓના ઘરમાં લક્ષ્મીનું આગમન અવિરત થઈ રહ્યું છે. ચૂંટણી બાદ સરકાર જુલાઈમાં ફરી મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે. ઉલ્લેખનીય છેકે, અગાઉ જાન્યુઆરીમાં ડીએમાં ૪ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જેને કારણે ડીએ ૫૦ ટકા સુધી પહોંચ્યુ હતું.
લોકસભાની ચૂંટણી ૪ જૂને સમાપ્ત થશે અને નવી સરકારની રચના સાથે સરકારી કર્મચારીઓ માટે પણ નિર્ણયો લેવામાં આવી શકે છે. ચૂંટણી બાદ સરકાર જુલાઈમાં ફરી મોંઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે. અગાઉ જાન્યુઆરીમાં ડીએમાં ૪ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કુલ મોંઘવારી ભથ્થું મૂળ પગારના ૫૦ ટકા થઈ ગયું છે.
અનુમાન છે કે ફરી એકવાર તેમાં ૪ ટકાનો વધારો થઈ શકે છે. જો જુલાઈમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે તો મોંઘવારી ભથ્થું વધીને ૫૪ ટકા થઈ જશે. આ નિર્ણયથી કર્મચારીઓના પગારમાં પણ હજારો રૂપિયાનો વધારો થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ચૂંટણી બાદ સરકાર બે મોટા નિર્ણય લઈ શકે છે.