Western Times News

Gujarati News

ઇસ્કોનના અધ્યક્ષ ગોપાલ કૃષ્ણ ગોસ્વામીનું નિધન

વડા પ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ

ઇસ્કોનના અધિકારીઓ રવિવારે સંત ગોપાલ કૃષ્ણ ગોસ્વામીના પાર્થિવ દેહને દેહરાદૂનથી દિલ્હીના કૈલાશ મંદિરની પૂર્વમાં લાવ્યા હતા.

નવી દિલ્હી,વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસ્કોન ગવ‹નગ બોડી કમિશનર ગોપાલ કૃષ્ણ ગોસ્વામી (૭૯) ના નિધન પર શોક વ્યક્ત કર્યો, જેનું રવિવારે સવારે ૯.૨૦ વાગ્યે અવસાન થયું. તેમણે દેહરાદૂનની સિનર્જી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. સંત ગોપાલ કૃષ્ણ ૧ મેના રોજ ઇસ્કોન દ્વારા બનાવવામાં આવી રહેલા બાંકે બિહારી મંદિરના શિલાન્યાસ સમારોહમાં ભાગ લેવા દેહરાદૂન આવ્યા હતા. કાર્યક્રમ બાદ બાથરૂમમાં લપસી જવાથી તે ઘાયલ થયા હતા. તેઓ હૃદય સંબંધિત બિમારીથી પણ પીડિત હતા.

પીએમ મોદીએ તેમના શોક સંદેશમાં કહ્યું કે ગોપાલ કૃષ્ણ ગોસ્વામી તેમના ઉપદેશોમાં અન્યો પ્રત્યે ભક્તિ, દયા અને સેવાના મહત્વ પર ભાર આપતા હતા. તેમણે એક પોસ્ટમાં લખ્યું હતું તેમણે ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય અને જરૂરિયાતમંદોની સેવા જેવા ક્ષેત્રોમાં ઇસ્કોનના સમુદાય સેવા પ્રયાસોને વિસ્તારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ દુઃખદ સમયમાં મારી સંવેદના તમામ ભક્તોની સાથે છે. ઓમ શાંતિ.’ઈસ્કોનના અધિકારીઓ રવિવારે સંત ગોપાલ કૃષ્ણ ગોસ્વામીના પાર્થિવ દેહને દેહરાદૂનથી દિલ્હીના કૈલાશ મંદિરની પૂર્વમાં લાવ્યા હતા.

૬ મેની સવાર સુધી પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી શકાશે. ત્યારબાદ વૃંદાવનમાં સંતને ભૂમિ સમાધિ આપવામાં આવશે. સંત ગોપાલ કૃષ્ણ ગોસ્વામીનો જન્મ ૧૯૪૪માં નવી દિલ્હીમાં થયો હતો. તેમણે ૧૯૬૪માં દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. તેણે ફ્રાંસની સોર્બોન યુનિવર્સિટી અને કેનેડાની મેકગિલ યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો. ૧૯૬૮ માં, તેઓ કેનેડામાં તેમના ગુરુ અને ઇસ્કોનના સ્થાપક આચાર્ય ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદને મળ્યા. ત્યારથી તેણે પોતાને ભગવાન કૃષ્ણ અને સનાતન ધર્મને સમર્પિત કરી દીધા.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.