પ્યાર કા પહેલા અધ્યાય શિવશક્તિના સેટ પર અર્જુન બિજલાની ગાયક બન્યો
મુંબઈ, ઝી ટીવીનો પ્યાર કા પહેલા અધ્યાય શિવશક્તિ એ તેની રસપ્રદ વાર્તાથી દર્શકોને સ્ક્રીન સામે જકડી રાખ્યા છે. શિવ (અર્જુન બિજલાની) અને શક્તિ (નિક્કી શર્મા) વચ્ચેની પ્રેમકથાએ તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીથી દર્શકોના દિલ પર છવાઈ ગયા છે.
તાજેતરના એપિસોડમાં દર્શકોએ જોયું કે, કઈ રીતે મંદિરા (પરિનીતા બોરઠાકુર) એ શિવનું અપહરણ કર્યું પણ શક્તિએ પરિવારના અન્ય સભ્યોની મદદથી તેને બચાવી લીધો. ટીમ જ્યારે આ તનાવગ્રસ્ત ઓન-સ્ક્રીન નાટકનું શૂટિંગ કરી રહી હતી, આ દરમિયાન શોટ્સની વચ્ચે અર્જુન એ તેના સુમધુર અવાજથી ટીમનું મનોરંજન કરતો હતો.
અર્જુન બિજલાનીએ આટલા વર્ષોમાં પૂરવાર કર્યું છે કે, તે અદ્દભુત કલાકાર અને હોસ્ટ છે, પણ હવે આપણી સામે તેની વધુ એક છૂપી પ્રતિભા સામે આવી છે. અર્જુન એ તાજેતરમાં જ તેના સોશિયલ મીડિયા પર એક સુંદર ગીતથી તેની ટીમનું મનોરંજન કરતો હોય એવો સુંદર વિડીયો શેર કર્યો છે.
અર્જુન કહે છે, “સાચું કહું તો, હું એક પ્રોફેશનલ ગાયક નથી, પણ ક્યારેક એવા દિવસો પણ હોય છે કે, જ્યારે બધાના મૂડમાં કંઈક સુધારો કરવો જરૂરી હોય છે. હું માનું છું કે, સંગીત એ આપણામાંથી મોટાભાગના લોકો માટે સ્ટ્રેસબસ્ટર જેવા છે, જે આરામ અને તાજગી આપે છે. મને ગાયકી ખૂબ જ ગમે છે, પણ મેં ક્યારેય પ્રોફેશનલી નથી કર્યું. જ્યારે પણ અમે પ્યરા કા પહેલા અધ્યાય શિવશક્તિના સેટ પર શૂટિંગ માટે આવ્યા હોય, આગામી દિવસ માટે શૂટિંગની તૈયારી કરવાની હોય ત્યારે, શોટ્સની વચ્ચે અમે રૂમ પર જવાને બદલે એકબીજાની સાથે સમય વિતાવીએ છીએ, તો મેં ગાયકીની સાથે બધાના મૂડને સુધારવાનું નક્કી કર્યું. આ બધું એકદમ સરળતાથી થઈ ગયું, પણ મારી સાથે ટીમને ગાતી જોઈને મને વધુ ખુશી મળે છે. આ દિવસો અને યાદો હંમેશા સાથે રહેશે અને હું આશા રાખું છું કે, અમે આગળ પણ દર્શકોનું મનોરંજન કરતા રહીશું.”
અર્જુન એ સેટ પર બધાનું મનોરંજન કરીને સારો સમય વિતાવી રહ્યો છે ત્યારે ગામી એપિસોડમાં દર્શકો માટે એ જોવું રસપ્રદ રહેશે કે, કઈ રીતે શક્તિ એ મંદિરાએ મોકલેલા ગુંડાઓની સામે લડીને શિવ અને તેની જાતને બચાવી શકશે.શું શક્તિ બધાની સામે મંદિરાની હકિકત જાહેર કરી શકશે? કે પછી મંદિરા તેના પ્લાનમાં સફળ થશે?
આગળ શું થશે જાણવા માટે જૂઓ, પ્યાર કા પહેલા અધ્યાય શિવશક્તિ, દરરોજ સોમવારથી રવિવાર સાંજે 7 વાગ્યે ફક્ત ઝી ટીવી પર!