એક્સિસ AMCએ વિશાલ ધનેશાની ચિફ ઓપરેટિંગ ઓફિસર તરીકે નિમણૂંક કરી
6 મે, 2024 | મુંબઇ: ભારતમાં અત્યંત ઝડપથી વિકસી રહેલું ફંડ હાઉસ એક્સિસ AMC એ વિશાલ ધનેશાની ચિફ ઓપરેટિંગ ઓફિસર તરીકેની નિમણૂંકની ઘોષણા કરતા ખુશી અનુભવે છે. વિશાલ અનુભવી નાણાંકીય સેવા વ્યાવસાયિક હોવાની સાથે મોટે ભાગે એસેટ મેનેજમેન્ટ ક્ષેત્રે બે દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે.
તેમની નવી ભૂમિકામાં, વિશાલ સમગ્ર મ્યુચ્યુઅલ ફંડ, AIF અને PMS બિઝનેસીસમાં ફંડ એકાઉન્ટીંગ ઓપરેશન્સ, આરએન્ડટી ઓપરેશન્સ, આઇટી અને ઇન્ફર્મેશન સિક્યુરિટીના કાર્યો પર દેખરેખ રાખશે. વિશાલ AMCની નેતૃત્ત્વ ટીમનો એક ભાગ હશે
અને તેઓ કંપનીના વ્યૂહાત્મક અતિઆવશ્યકતાઓને આકાર આપશે અને અમલ કરશે. એક્સિસ AMCમાં જોડાયા પહેલા ધનેશા SBI ફંડ્ઝ મેનેજમેન્ટ લિમીટેડના ઓપરેશન્સ વડા હતા જ્યા તેમણે ઓપરેશન્સ અને ઓડીટમાં એક દાયકાથી વધુનો સમય વિતાવ્યો હતો. તેઓ ભૂતકાળમાં ફ્રેંક્લીન ટેમ્પલટન AMC અને KPMG સાથે પણ જોડાયેલા હતા.
એક્સિસ AMC રિટલ એસ્ટેટના વડા તરીકે ચેતન શાહની નિમણૂંકની પણ ઘોષણા કરતા ખુશી અનુભવે છે. ચેતન રિયલ એસ્ટેટ ક્ષેત્રે 20 વર્ષનો સમૃદ્ધ અનુભવ ધરાવે છે, તેમજ અસંખ્ય કેટેગરીઓમાં, ખાસ કરીને રહેણાંક અને વ્યાપારી કેટેગરીમાં સોર્સીંગ, સ્ટ્રક્ચરીંગ, વાટાઘાટ અને મૂડી રોકાણમાં કામ કર્યુ છે.
એક્સિસ AMC ખાતે, ચેતન રિયલ એસ્ટેટ AIF બિઝનેસનું નેતૃત્ત્વ કરશે અને રિયલ એસ્ટેટમાં ભંડોળ ઊભુ કરવું, રોકાણ કરવું અને વેચાણ કરવા જેવી પ્રવૃત્તિઓનું નેતૃત્ત્વ કરશે. એક્સિસ AMCમાં જોડાતા પહેલા ચેતન કોટલ રિયલ્ટી ફંડના પાર્ટનર હતા. તેની પહેલા તેઓ ASK પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ, હાયપો રિયલ એસ્ટેટ ઇન્ટરનેશનલ (HREI), અને આઇસીઆઇસીઆઇ બેન્ક સાથે જોડાયેલા હતા.
આ નિમણૂંક અંગે ટિપ્પણી કરતા એક્સિસ AMCની એમડી અને સીઇઓ બી. ગોપકુમારએ જણાવ્યુ હતુ કે, “વિશાલની સફળ ક્ષમતા નાણાંકીય અને ઓપરેશનલ લિવર્સ મારફતે બિઝનસ પ્રદર્શન સાથે સંબંધિત રહેશે, જે વ્યૂહાત્મક વિચારસરણી સાથે અમારી પ્રક્રિયાઓ અને વૃદ્ધિ વાર્તામાં નોંધપાત્ર મૂલ્યનો ઉમેરો કરશે.
રિયલ એસ્ટેટ ક્ષેત્રે મજબૂત પૃષ્ઠભૂમિ (બેકગ્રાઉન્ડ) સાથે ચેતન અમારા વૈકલ્પિક બિઝનેસમાં ઊંડાણનો ઉમેરો કરશે અને તેઓ રિયલ એસ્ટેટ ક્ષેત્રે નવીન રોકાણ વ્યૂહરચનાઓની રચના કરવામાં મહત્ત્વના બની રહેશે. આ બન્ને નિમણૂંકો નેતૃત્ત્વ ટીમને વધુ મજબૂત બનાવવાની અને પોતાના રોકાણકારો પરત્વે પ્રતિબદ્ધ રહેવાની એક્સિસ AMCની પ્રતિબદ્ધતા પર ભાર મુકે છે.”