Western Times News

Gujarati News

કેજરીવાલ ધરણાં કરવામાં એક્સપર્ટ છે : અમિત શાહ

નવીદિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણ પૂર્વે તમામ પાર્ટીઓએ પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. ગુરુવારના દિવસે પૂર્વ દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે કેજરીવાલ સરકાર અને કોંગ્રેસ ઉપર જારદાર પ્રહાર કર્યા હતા.


શાહે વિપક્ષી પાર્ટીઓ ઉપર ઉશ્કેરણીજનક અને નકારાત્મક રાજનીતિ કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દિલ્હીની જનતાના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજનાબદ્ધરીતે કામ થઇ રહ્યું છે. ચૂંટણી માહોલમાં કોંગ્રેસને ઘેરવા માટે શાહે શીખ રમખાણોનો મુદ્દો ઉઠાવ્યો હતો જ્યારે હાલની દિલ્હી સરકાર પર પ્રદર્શનકારીઓનો સાથ આપવાનો આક્ષેપ કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રીએ કોંગ્રેસ સરકાર પર જારદાર પ્રહાર કરતા શીખ રમખાણોના આરોપીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે,

શીખ રમખાણો બાદ આટલા વર્ષોમાં સુધી કોંગ્રેસની સરકારમાં પીડિતોને ન્યાય મળ્યો નથી. મોદી સરકાર આવવાની સાથે જ એસઆઈટીની રચના કરાઈ અને આજે રમખાણો કરનાર શખ્સો જેલની હવા ખાઈ રહ્યા છે. સમગ્ર દેશ આ હત્યાકાંડને ભુલી શકે તેમ નથી, હજારો શીખ ભાઈઓની હત્યા કરી દેવાઈ હતી. કોંગ્રેસની સરકાર એ વાત માટે જાણિતી હતી અને આગામી પાંચ વર્ષમાં કોંગ્રેસ સરકાર તેને ભુલી જતી હતી. કામ તો થતું જ ન હતું.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી નવું નવું કંઇ જ કરતા રહે છે. તેમણે એક નવી શરૂઆત કરી છે, વિચારવાનું પણ કેમ? બજેટ પણ કેમ આપવાનું? ભૂમિ પૂજન પણ કેમ કરવાનું ? ઉદ્‌ઘાટન પણ કેમ કરવાનુ ? કોઇનું પણ કરેલું હોય ત્યાં પોતાના નામનો સિક્કો લગાવી દેવાનો. આજે હું તમને કહેવા માંગુ છું કે, સૌથી મોટી ગલ્લા શું છે. કેજરીવાલ સરકાર દરેક વિકાસના કાર્યમાં અડચણો ઉભી કરી રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહ પોતાના જાણિતા અંદાજમાં કોંગ્રેસ પર તીવ્ર પ્રહાર કરતા દેખાઈ રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.