બાળકોનું કૌશલ્ય ખીલે તેવી પ્રવૃત્તિઓ કરાવવા શાળામાં સમર કેમ્પનું આયોજન
મંદિર , ફાયર સ્ટેશન જેવા સ્થળોની મુલાકાત કરાવી-સુરતમાં શિક્ષણ સમિતિની શાળામાં સમર કેમ્પનું આયોજન
સુરત, ઉનાળાનું વેકેશન શરૂ થાય ત્યારે બાળકોને સમર કેમ્પમાં મોકલવામાં આવતા હોય છે જ્યાં બાળકોનું કૌશલ્ય ખીલે તેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હોય છે ત્યારે સુરતમાં મહાનગરપાલિકા શિક્ષણ સમિતિની શાળા દ્વારા ખાસ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉનાળાનું વેકેશન શરૂ થાય ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા મોંઘી ફી લઈને સમર કેમ્પનું આયોજન થાય છે પરંતુ પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓમાં કૌશલ્ય ખીલે તે માટે તેમની ઉંમર પ્રમાણે વિવિધ પ્રવૃત્તિઓ શીખવવામાં આવી રહી છે.
આ સમર કેમ્પ દરમિયાન સમિતિની શાળાના વિદ્યાર્થીઓને ફાયર સ્ટેશન, મંદિરની મુલાકાત સાથે એક્વેરિયમની મુલાકાત કરાવવા સાથે સાથે વિવિધ પ્રવૃત્તિઓ પણ શીખવવામાં આવી હતી.
પાલિકાની શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ વેકેશનમાં પણ ઉપયોગી બને તે માટે પાલિકા સંચાલિત અડાજણની કંચનલાલ મામાવાળા પ્રાથમિક શાળામાં સમર કેમ્પનું આયોજન કરવામા આવ્યું છે. આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ અને એમનામાં રહેલી કલાને બહાર આવે અને શિક્ષણનો ભાર વિના શીખે નવી શિક્ષણ નીતિ એટલે પ્રવૃત્તિ સભર શિક્ષણ જેમાં બાળકો આનંદની અનુભૂતિ મેળવી અને પોતાની આવડતને બહાર લાવે તે હેતુથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શાળામાં ૩ થી ૮ મે દરમિયાન સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તે અંગે માહિતી આપતા ફાલ્ગુની પટેલે જણાવ્યું હતું કે, આખું વર્ષ પુસ્તકનું જ્ઞાન પ્રાપ્ત કરે પણ સમર કેમ્પમાં થતી પ્રવૃત્તિ બાળકની વિચાર શક્તિ વિકાસ કરે છે અને સાથે તેને કઈ પ્રવૃત્તિ આનંદ કરીને પોતાના મનને પ્રફુÂલ્લત કરે જેનાથી માનસિક તાણ નથી અનુભવતા અને બાળક મોબાઈલ થી દુર રહે તેવા આશયથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
પહેલા દિવસે કવીલીન વર્ક કરાવેલ જેમાં આપેલ પટ્ટીની કવીલ કરી અલગ અલગ આકાર થી ગોઠવણી કરી પોતાની પ્રવૃત્તિ કરવામાં આવી આ સમર કેમ્પમાં નાના બાલવાડી થી લઇ ધોરણ ૮ સુધીના બાળકો હતાં.
એમના ગ્રુપ પણએ રીતે બનાવેલા કે જેમાં બાળવાડીનું બાળક પણ હોય અને ધોરણ ૮ના વિદ્યાર્થીઓ હોય જેથી મોટા નાનાને સમજે અને ધીરજ કેળવે પોતાની અને નાના મોટાનો આદર કરી માન કરતા શીખે તેવો હેતુ છે. ત્યારબાદ બીજા દિવસે માટીના વાસણો પર કરાવેલ પેઇન્ટિંગ વર્ક જેમાં ખૂબ સરસ રીતે વાત મર્યાદા મુજબની કામગીરી કરવામાં આવી હતી.
આવા પ્રકારની પ્રવૃત્તિ સાથે સાથે બાળકોને આનંદ મળે તથા વ્યવહારુજ્ઞાન મળે તે માટે બાળકોને ફાયર સ્ટેશન, શિવ મંદિર, રામજી મંદિર, બીલીના વૃક્ષ, પીપળાના વૃક્ષનું મહત્વ સમજાવ્યા બાદ બાળકોને એક્વેરિયમની મુલાકાત લેવડાવ્યા બાદ બાળકોને ચાની લારી પર ચાની ચુસ્કીની મજા પણ માણવા દેવામાં આવી હતી.
આ સમર કેમ્પ દરમિયાન તમામ દિવસ કઈ અલગ અલગ આપવામાં આવેલ છે. જે ખાઈને મજા માણે અને પ્રવૃત્તિનો તમામ ખર્ચ શિક્ષક દ્વારા જ કરવામાં આવ્યો હતો, જેમાં ૭૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો